For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: May 5th, 2024

એરાઉન્ડ ધ માર્કેટ                                                      .

કઠોળની મોંઘવારી કાબૂમાં લેવા સરકાર સક્રિય 

કઠોળની મોંઘવારીમાંથી રાહત આપવા કેન્દ્ર સરકાર સક્રિય બની છે.  સરકારે કઠોળના સ્ટોક પર કડક દેખરેખ રાખવાની કવાયત શરૂ કરી છે.  આ માટે સરકારે માહિતી એકત્રિત કરવા અને મંડીઓમાં કઠોળના સ્ટોકની તપાસ કરવા ટીમની રચના કરી છે.  જેથી સંગ્રહખોરીના કારણે દાળના ભાવ વધી રહ્યા છે કે કેમ તે જાણી શકાય. ગયા અઠવાડિયે, કેન્દ્રીય ગ્રાહક બાબતોના વિભાગે કઠોળ અને અન્ય વસ્તુઓની સ્થિતિ અને કિંમતનું મૂલ્યાંકન કરવા  બે ટીમોને મહારાષ્ટ્ર મોકલવાનો નિર્ણય લીધો હતો.  વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બાદ આ બંને ટીમો મહારાષ્ટ્રની વિવિધ મંડીઓમાં કઠોળ અને કઠોળના ભાવો તેમજ મોટા ચેઇન રિટેલર્સ, ડીલરો, આયાતકારો, મિલરો, સ્ટોકિસ્ટો અને વેપારીઓ દ્વારા જાહેર કરાયેલા કઠોળના સ્ટોકને ચકાસવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી મેળવશે.  કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્ય સરકારોને વેપારીઓને દર અઠવાડિયે કઠોળ અને દાળનો સ્ટોક જાહેર કરવાની સૂચના આપવા જણાવ્યું છે.

Article Content Image

વીજ ઉત્પાદન ક્ષમતા ૨૦૨૩-૨૪માં ૨.૪૪% વધી

દેશમાં કોલસા અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણ પર આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨.૪૪ ટકા વધીને ૨૪૩.૨૨ ગીગાવોટ થઈ છે જે માર્ચ ૨૦૨૩ માં ૨૩૭.૨૭ ગીગાવોટ હતી.  સરકારી ડેટા અનુસાર, ગ્રીન એનર્જી સ્ત્રોતો (બિન-અશ્મિભૂત ઇંધણ) પર આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા ગત નાણાકીય વર્ષમાં ૧૦.૭૯ ટકા વધીને ૧૯૦.૫૭ ગીગાવોટ (એક ગીગાવોટ બરાબર ૧,૦૦૦ મેગાવોટ) થઈ છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં તે ૧૭૨.૦૧ ગીગાવોટ હતી. કોલસો, લિગ્નાઈટ, ગેસ અને ડીઝલનો ઉપયોગ અશ્મિભૂત બળતણ આધારિત પાવર પ્લાન્ટ્સમાં બળતણ તરીકે થાય છે.  જ્યારે બિન-અશ્મિભૂત ઇંધણમાં સૌર, પવન અને હાઇડ્રોપાવરમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સમાવેશ થાય છે.  પરમાણુ ઊર્જા ક્ષમતાનો ઉમેરો ગત નાણાકીય વર્ષમાં ૬.૭૮ ગીગાવોટથી વધીને ૮.૧૮ ગીગાવોટ થયો છે, જે વાર્ષિક ધોરણે ૨૦.૬૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.


Gujarat