For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 06 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય

Updated: May 5th, 2024

વાંચો તમારું 06 એપ્રિલ, 2024નું રાશિ ભવિષ્ય

મેષ : કોર્ટ- કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય, વાદ- વિવાદ મનદુ:ખથી સંભાળવું.

વૃષભ : આપના કામમાં સાનુકૂળતા રહે, સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવે જવાથી લાભ- ફાયદો જણાય હર્ષલાભ રહે.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગ માટે ખર્ચ- ખરીદી જણાય.

કર્ક : આયાત- નિકાસના કામમાં દેશ પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળીરહે. આપના કામની કદર- પ્રશંસા થાય.

સિંહ : આપ તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય સરકારી કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

તુલા : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. કોર્ટ કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : આપની બુદ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ- ફાયદો રહે.

ધન : આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ રાહત જણાય નહીં મિત્રવર્ગની ચિંતા રહે.

મકર : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ ઉત્સાહ રહે, પરદેશના કામ થઈ શકે.

કુંભ : આપના કામમાં સાનુકૂળતા જણાય સામાજિક વ્યવહારિક કામને લીધે વ્યસ્તતા જણાય, ધંધામાં આવક થાય.

મીન : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ ઉત્સાહ રહે, મહત્ત્વના નિર્ણય લઈ શકાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat