વાંચો તમારું 04 મેં 2024નું રાશિ ભવિષ્ય
Updated: May 4th, 2024
મેષ : વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. આનંદ રહે.
વૃષભ : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. ઘર-પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા રહે. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સહકાર રહે.
કર્ક : બેંકના, વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.
સિંહ : રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મિલન-મુલાકાત થાય.
કન્યા : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરાવો નહીં.
તુલા : આપના કાર્યમાં પુખ્ત વયના સંતાનનો સાથ-સહકાર મળી રહે. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
વૃશ્ચિક : આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ-દોડધામમાં વધારો થાય.
ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં સાનુકૂળતા રહે.
મકર : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક, કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવે.
કુંભ : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
મીન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય.
- અગ્નિદત્ત પદમનાભ