For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આણંદ લોકસભા અને ખંભાત પેટાચૂંટણી માટે આજે ઇવીએમ અને વીવીપેટ મતદાન મથકો પર મોકલાશે

Updated: May 6th, 2024

આણંદ લોકસભા અને ખંભાત પેટાચૂંટણી માટે આજે ઇવીએમ અને વીવીપેટ મતદાન મથકો પર મોકલાશે

- ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા, ડોર ટુ ડોર પ્રચાર શરૂ  

- લોકસભાની ચૂંટણીમાં 17.80 લાખ મતદારો 7 ઉમેદવારોનું ભાવિ ઘડશે : 888 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાશે : 8078 મતદાન સ્થાનની નિમણૂક કરાઇ 

આણંદ : આણંદ લોકસભા બેઠક અને ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે સાંજના પાંચ વાગ્યાથી ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. આણંદ લોકસભા બેઠક અને ખંભાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે.તા.૭મી મેના રોજ ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં આવતીકાલ સોમવારે ૧૭૭૩ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ રવાના કરાશે. ચૂંટણીમાં આણંદ લોકસભા બેઠકમાં ૧૭.૭૦ લાખ મતદારો ભાજપ- કોંગ્રેસ સહિતના સાત ઉમેદવારોનું ભાવિ ઘડશે. જયારે ખંભાત પેટા ચૂંટણીમાં ૪ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 

આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા.૭મી મેના રોજ મતદાન યોજાશે. જેના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીએ સંવાદ યોજ્યો હતો. જેમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ ૧,૭૭૩ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૪૯ સખી મતદાન મથક, ૭ પીડબલ્યુડી મતદાન મથકો, ૭ આદર્શ મતદાન મથકો, ૧ યુવા સંચાલિત મતદાન મથક તથા ૧૪ ગ્રીન મતદાન મથકોનો સમાવેશ થાય છે. 

જિલ્લામાં તા.૧ એપ્રિલ, ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૧૭,૮૦,૧૮૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં કુલ ૮૦૭૮ મતદાન સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ૧૯૫૪ પ્રિસાઈડીંગ ઓફિસર, ૧૯૫૪ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, ૧૯૫૪ પોલીંગ ઓફિસર તથા ૧૯૫૪ મહિલા પોલીંગ ઓફિસરનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ ૧,૭૭૩ મતદાન મથકો પૈકી ચૂંટણી પંચની સુચના મુજબ કુલ ૮૮૮ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં  262 પોલિંગ ઓફિસરની ફાળવણી 

ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને લઈ વધારાના ૨૬૨ પોલીંગ ઓફિસરની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૬૧ જેટલા માઈક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે જિલ્લા કક્ષાના કુલ ૧૯ નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

ચૂંટણી કાર્યમાં જોડાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું 

લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે મતદાન ફેસિલીટેશન સેન્ટર ઉપર વોટર ઓન ઈલેક્શન ડયુટીના કર્મચારીઓ દ્વારા કુલ ૧૬૦૦૫ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે જ્યારે એબસન્ટી વોટર્સ કેટેગરીમાં કુલ ૪૪૪ મતદારોએ મતદાન કર્યું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

મતદાન બાદ 3 સ્થળે મતગણતરી થશે 

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન બાદ આગામી તારીખ ૪ જૂન, ૨૦૨૪ના રોજ જિલ્લામાં બીજેવીએમ કોમર્સ કોલેજ, નલીની અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ, વલ્લભવિદ્યાનગર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.

આણંદ લોકસભાના મતદારોની વિગત 

(તા. 1-4-2024 ની પરિસ્થિતિ મુજબ)

વિસ્તાર

મતદાન મથક

પુરૂષ

મહિલા

અન્ય

કુલ

૧૦૮-ખંભાત

૨૩૮

૧૨૦૯૬૨

૧૧૩૬૯૬

૨૩૪૬૫૮

૧૦૯-બોરસદ

૨૬૪

૧૩૫૭૬૮

૧૨૮૯૩૭

૨૬૪૭૧૭

૧૧૦-આંકલાવ

૨૨૭

૧૧૫૬૨૬

૧૧૨૨૧૭

૨૨૭૮૪૩

૧૧૧-ઉમરેઠ

૨૮૩

૧૩૯૨૩૯

૧૩૪૭૩૫

૨૭૩૯૮૬

૧૧૨-આણંદ

૨૯૬

૧૬૦૧૫૪

૧૫૬૭૯૦

૩૧૬૯૫૨

૧૧૩-પેટલાદ

૨૩૪

૧૨૨૧૭૪

૧૧૭૮૦૩

૧૦૯

૨૪૦૧૯૫

૧૧૪-સોજિત્રા

૨૩૧

૧૧૪૦૧૧

૧૦૭૮૦૮

૨૨૧૮૩૧

કુલ

૧૭૭૩

૯૦૭૯૩૪

૮૭૨૧૧૭

૧૩૧

૧૭૮૦૧૮૨

Gujarat