For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

iPhone 16 Pro Maxની તસવીરો લીક, નવી ડિઝાઈન જોઈ થઈ જશો દિવાના

Updated: May 18th, 2024

iPhone 16 Pro Maxની તસવીરો લીક, નવી ડિઝાઈન જોઈ થઈ જશો દિવાના
Image Twitter 

iPhone 16 Pro Max New Leaks: Apple iPhone 16 સીરીઝ આ વર્ષના એન્ડમાં રિલીઝ કરી શકે છે. લોન્ચ પહેલા ફોન વિશેની લીક્સ સતત સામે આવી રહ્યી છે. જેમાં ડિસ્પ્લેથી લઈને બેટરી સુધી, કેમેરા અને પ્રોસેસર વિશે કેટલીક બાબતો બહાર આવી છે. આઈફોન 2024 ફ્લેગશિપમાં શું ફેરફારો કરવામાં આવશે તે અંગે કેટલાક લીક્સ પણ સામે આવી ચૂક્યા છે. હવે તાજેતરના લીક્સમાં ફોનની ડિઝાઈન પણ સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, નવા iPhone 16 Pro Maxની સાઈઝ iPhone 15 Pro Max કરતા મોટી હશે.

લીકસ્ટરે ત્રણ તસવીરો શેર કરી છે

ટેક લીકસ્ટર ડેનિયલએ iPhone 16 Pro Maxની તસવીરો શેર કરી છે, અને તેની તુલના iPhone 15 Pro Max સાથે કરવામાં આવી છે. લીકસ્ટરે આમાં ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં બંને હેન્ડસેટની ડિસ્પ્લે, બેક પેનલ અને  Edges જોવા મળી રહી છે. iPhone 16 Pro Maxમાં 6.9 ઇંચની ડિસ્પ્લે હશે, એનો મતલબ એ થયો કે, સ્ક્રીન અગાઉના મોડલ કરતાં 0.2 mm મોટી હશે.

બંને વચ્ચેના ફેરફાર ઓછા

જો કે તસવીરોમાં આ ફેરફાર ઘણો નાનો દેખાઈ રહ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ એક પ્રકારનો ડમી યુનિટ્સ છે, જેમાં એક્ચુઅલ સ્ક્રીન સાઈઝ કે ડિસ્પ્લે રિઝોલ્યુશન વિશે યોગ્ય રીતે જાણી શકાતું નથી. ફોટા જોઈને એવું લાગે છે કે, આગામી iPhone 16 Pro Max મોડલની બોડી ટાઇટેનિયમથી બનેલી હશે, જેવી તે iPhone 15 Pro Maxમાં હતી. લીક્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે iPhone 16 સીરીઝમાં અલગ કેમેરા પ્લેસમેન્ટ જોવા મળશે. જો કે, આ તસવીરોમાં આગામી પ્રો મેક્સ મોડલ iPhone 15 Po Max જેવું જ દેખાઈ રહ્યું છે. 

iPhone 16 સિરીઝના ફીચર્સ

Apple iPhone 16 લાઈનઅપ માટે નવી A-સીરીઝ ચિપ્સ રજૂ કરશે. જેને લેટેસ્ટ N3E 3-નેનોમીટર નોડ પર બનેલ છે. iPhone 16 અને iPhone 16 Pro માં અલગ-અલગ ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હાઈ-એન્ડ ચિપ માત્ર પ્રો મોડલ પુરતી સીમિત હોઈ શકે છે. એક્શન બટન, જે iPhone 15 Pro મોડલ્સ સુધી સીમિકત હતું.  દરેક  iPhone 16ના તમામ મોડલમાં પણ જોવા મળતું હતું. આ સિવાય એક નવું 'કેપ્ચર બટન ' પણ આવી શકે છે, જેનો ઉપયોગ ફોટો અને વીડિયો લેવા માટે કરી શકાશે. કેપ્ચર બટન ડિજિટલ કેમેરાના શટર બટનની તરીકે કામ કરશે.

Gujarat