For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શનિની સાડાસાતીવાળા લોકોએ શનિદેવની વિશેષ કૃપા મેળવવા, જૂનનો આ દિવસ ખાસ

Updated: May 14th, 2024

શનિની સાડાસાતીવાળા લોકોએ શનિદેવની વિશેષ કૃપા મેળવવા, જૂનનો આ દિવસ ખાસ


Shani Sadesati:  આ વર્ષમાં જૂનમાં એક દિવસ એવો આવે છે કે, જ્યારે શનિની સાડાસાતી અને ઢૈયાની અસરવાળા લોકોએ શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે ખાસ દિવસ છે. જો કે એવું કહેવાય છે કે શનિદેવ તમારા કર્મોના હિસાબ ફળ આપે છે, પરંતુ કર્મફળદાતા શનિદેવની તેમની જન્મજયંતિ પર પૂજા- અર્ચના કરવાથી શનિદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે શનિદેવની સાડાસાતી અને ઢૈયાવાળા લોકો શનિદેવની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવે છે. 

તમારી જાણકારી માટે હાલમાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈયાની અસર છે. તેમજ જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય તેમણે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી, પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ, જેથી શનિદેવ આ જાતકો પર પ્રસન્ન રહેશે. આ સિવાય શનિદેવ સંબંધિત વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ.

ક્યારે છે શનિ જયંતિ..

જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 6 જૂનના રોજ મનાવવામાં આવશે. આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે વ્રત રાખતી હોય છે. વટ સાવિત્રી વ્રત રાખવાથી પરિવારના સભ્યોને સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને વિવાહિત જીવનમાં ખુશિયો આવે છે.

શનિની કૃપા માટે આ વસ્તુઓનું કરો દાન 

આ દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ સૂર્યદેવ અને અને છાયાના પુત્ર છે. ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા- ઉપાસના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એટલે તેમની પૂજા કરવાથી તમને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પીપળો અને શમીના ઝાડની પૂજા કરવી, સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિદોષ ઓછો થાય છે. આ ઉપરાંત અસહાય લોકોની સેવા કરવી, કાળી ગાય, કાળો કૂતરો, કાગડાને ખવડાવવાથી, સરસવનું તેલ, કાચો કોલસો, લોખંડના વાસણો, કાળા વસ્ત્રો, કાળી છત્રી, કાળા તલ, કાળી અડદ વગેરેનું દાન કરવાથી શનિ દોષ ઓછો થાય છે અને શુભ ફળ આપે છે. 

Gujarat