For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

3ડી ફિલ્મની ટેક્નિકનું વિજ્ઞાન .

Updated: May 3rd, 2024

3ડી ફિલ્મની ટેક્નિકનું વિજ્ઞાન                              .

આ પણે વિશ્વને બે આંખ વડે જોઈએ છીએ એટલે સામેના દ્રશ્યમાં  લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એમ ત્રણ પરિમાણો દેખાય છે. આપણી બે આંખ વચ્ચેનું અંતર તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કાગળ ઉપર છાપેલા ચિત્રો કે કેમેરાની તસવીરોમાં ઓછા વધતા પ્રકાશ અને રંગમિશ્રણથી ઊંડાણ દેખાય ખરું પરંતુ તે બે પરિમાણમાં જ હોય છે. આપણી બંને આંખમાં પડતાં પ્રતિબિંબમાં થોડો ફરક હોય છે. દ્રશ્યના સંકેત મગજમાં જાય ત્યારે આ ફરક દૂર થઈ એક જ દ્રશ્યનો અનુભવ થાય છે. વિજ્ઞાાનીઓએ આ વિલક્ષણતાનો ઉપયોગ કરી ૩ડી ચિત્રો અને ફિલ્મો બનાવ્યા છે.

જૂના વખતમાં ૩ડી ચિત્રો જોવા મળતાં. કેમેરા વડે એક દ્રશ્યની તસવીર લઈને કેમેરા આંખ વચ્ચેના અંતર જેટલો ખસેડી બીજી તસવીર લેવાય. આ રીતે ડાબી આંખ અને જમણી આંખમાં  પડતાં પ્રતિબિંબની બે તસવીર મળે. આ બંને તસવીરોને બંને સામે મૂકી એકી નજરે જોવાથી બંને તસવીર ભળીને એક ૩ડી દ્રશ્ય ઉભું કરે છે. જુના વખતમાં મનોરંજન માટે આવી તસવીરો બનતી. તેને સ્ટીરીયોગ્રામ કહેતા અને તે જોવા માટેના ચશ્માને સ્ટીરીયોસ્કોપ કહેતા.

આજે ૩ડી ફિલ્મો જોવા મળે છે અને તેની નવાઈ નથી. ૩ ડી ટેકનિકની ઘણી  પધ્ધતિ છે. અગાઉ કલર ફિલ્ટર ચશ્મા  વપરાતા તેમાં એક આંખ ઉપર ભૂરો અને બીજી આંખ ઉપર લાલ એમ બે રંગના કાચવાળા ચશ્મા વપરાતા. સામેની તસવીરમાં આ બંને રંગો આંખ વચ્ચેના અંતર જેટલા આઘાપાછા છપાયેલા હોય તે ચશ્મા વડે એકરૂપ થઈ દેખાય.

થિયેટરમાં દર્શાવાતી ફિલ્મોમાં  પોલરાઇઝડ પધ્ધતિનો ઉપયોગ થાય છે. આ પધ્ધતિમાં બે પ્રોજ્ેક્ટર વડે ફિલ્મ પરદા પર પડે છે. ડાબી અને જમણી આંખના દ્રશ્યો વારફરતી પડે છે તે જોવા માટે પોલરાઈઝ્ડ ગ્લાસના ચશ્મા વપરાય છે. આ ચશ્મા વડે આપણી નજર દ્રશ્યની સામે સ્થિર રાખીને જોવું પડે છે.

Gujarat