For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉર્જાના વિવિધ સ્વરૂપ .

Updated: May 3rd, 2024

ઉર્જાના વિવિધ સ્વરૂપ                                .

મ શીનો, વાહનો વગેરે ચલાવવા માટે શક્તિ જોઈએ. માણસો અને પ્રાણીઓને હાલવાચાલવા માટે પણ શક્તિ જોઈએ. આ શક્તિ શું છે? તેને ઉર્જા કે એનર્જી પણ કહે છે. સાદી ભાષામાં કહીએ તો ઉર્જા એટલે કામ કરવાનું બળ. આપણી ચારે તરફ કોઈને કોઈ રૂપે ઉર્જાનો ઉપયોગ થાય છે. 

પક્ષીઓ ઊડે, ટી.વી. કે રેડિયો ચાલે, રસોઈ થાય કે ઝાડપાન  પવનથી હલે ત્યારે શક્તિનો ઉપયોગ થતો હોય છે. આ શક્તિના વિવિધ સ્વરૂપોને પણ ઓળખવા જેવા છે.

પ્રકાશ : પ્રકાશ એ સૂર્યમાંથી આવતી વિકિરણરૂપી શક્તિ છે. વનસ્પતિ તેમાંથી ખોરાક બનાવે છે અને સજીવ સૃષ્ટિ તેમાંથી શક્તિ મેળવે છે.

ગરમી : સૂર્યપ્રકાશમાં ગરમી પણ હોય છે. અગ્નિથી પણ ગરમી પેદા થાય. ગરમીનું હવામાં તેમજ વિવિધ માધ્યમોમાં વહન થાય છે. ગરમીના ઉપયોગ જાણીતા છે.

વીજળી : પદાર્થમાં ઈલેક્ટ્રોનની ગતિવિધિમાંથી વીજળી મળે છે. વીજળીના ઉપયોગોની યાદી લાંબી છે. વીજળી પેદા કરવા ગરમી, અણુ કે પ્રકાશનો ઉપયોગ થાય છે.

અણુ ઉર્જા : પદાર્થના અણુના વિભાજન વખતે ઘણી શક્તિ પેદા થાય છે. મોટા રિએક્ટરમાં રેડિયોએક્ટિવ ધાતુના અણુનું વિભાજન કરી શક્તિ મેળવાય છે. તેનો ઉપયોગ અન્ય શક્તિઓ પેદા કરવામાં વપરાય છે. મુખ્યત્વે અણુ ઉર્જાનો ઉપયોગ વીજળી પેદા કરવા થાય છે.

ગતિ : હાલતીચાલતી દરેક વસ્તુમાં ગતિ ઉર્જા હોય છે. તેને કાઈનેટિક એનર્જી કે ચાલક બળ કહે છે. અણુ, વીજળી, ગરમી કે અન્ય શક્તિથી ગતિ શક્તિ મેળવી શકાય છે.

પવન : પૃથ્વીના ચક્રાકાર ફરવાથી તેની સપાટી પર પવન પેદા થાય છે. પવનની શક્તિથી પવનચક્કી વડે વીજળી અને રેંટ વડે પાણી ખેંચી શકાય છે. વહાણો પણ પવનની શક્તિથી ચાલે છે.

રાસાયણિક શક્તિ : કેટલાક રસાયણો પરસ્પર પ્રક્રિયા કરી ગરમી કે વીજળી પેદા કરે છે. બેટરી તેનો ઉત્તમ નમૂનો છે.

Gujarat