For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાઈરસ ક્ષેત્રના અગ્રણી વિજ્ઞાની ફ્રેન્ક મેકફર્લેન બર્નેટ

Updated: May 3rd, 2024

વાઈરસ ક્ષેત્રના અગ્રણી વિજ્ઞાની ફ્રેન્ક મેકફર્લેન બર્નેટ

- વિશ્વના વિજ્ઞાનીઓ

મા ણસ જાતમાં રોગ પેદા કરતાં વાઈરસ અંગેના સંશોધનો તબીબી જગતમાં અતિ ઉપયોગી થયા છે. વાઈરસની શોધ થયા પછી ઘણા વિજ્ઞાનીઓએ ઊંડા સંશોધનો કરી મહત્વના પરિણામો મેળવ્યા છે. આ વિજ્ઞાનીઓમાં ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની મેક બર્નેટ અંગેના સંશોધનો બદલ મેડિસિનનું નોબલ એનાયત થયેલું.

મેક બર્નેટનું પુરું નામ ફ્રેન્ક મેકર્ફ્લેન બર્નેટ હતું. તેમનો જન્મ ઇ.સ.૧૮૯૯ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે ઓસ્ટ્રેલિયાના ટેરાલ્ગોનમાં થયો હતો. તેના પિતા બેન્કમાં મેનેજર હતા. ટેરાલ્ગોન જંગલો વચ્ચે વસેલું નાનું ગામ હતું. નાનકડા બર્નેટને જંગલમાં ફરવાનું ખૂબ ગમતું. તે જાતજાતના જીવડા પકડી તેનો અભ્યાસ કરતો. સ્થાનિક વિકટોરિયા સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરી તે જિલોંગ કોલેજમાં જોડાયેલા. ૧૯૧૭માં  બર્નેટ મેલબોર્ન યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કર્યો. બર્નેટને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં ઊંડો રસ હતો.

ઇ.સ. ૧૯૨૨માં મેડિસિન અને સર્જરીમાં ગ્રેજયુએટ થયા બાદ તે મેલર્બોન હોસ્પિટલમાં પેથોલોજિસ્ટ તરીકે જોડાયો. તેણે ટાઈફોઈડ અંગે ઊંડા સંશોધનો કર્યા. ઇ.સ.૧૯૨૫માં ઇંગ્લેન્ડ જઈ લંડન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. ઓસ્ટ્રેલિયા પરત આવીને એલીઝા હીલ ઇન્સ્ટીસ્યૂટમાં વડા તરીકે જોડાયા. માણસ અને પશુમાં વાઈરસથી ફેલાતા રોગો અંગે સંશોધનો કર્યા. તેમણે કરેલા સંશોધનોથી વાઈરલ રોગોની રસી બનાવવાનું કામ સરળ બન્યું. તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સલાહકાર પણ હતા. ઇ.સ.૧૯૮૫ના ઓગસ્ટ માસની ૩૧ તારીખે તેમનું અવસાન થયેલું.

Gujarat