For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાકભાજી અને ફળોનું અવનવું .

Updated: May 3rd, 2024

શાકભાજી અને ફળોનું અવનવું                                                           .

* શાક અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે. મનુષ્યના ખોરાક માટે એ મોટો સ્રોત છે.

* સૌથી વધુ લોકપ્રિય ટામેટાંની ૫૦૦૦ જેટલી અને સફરજનની ૭૫૦૦ જેટલી જાત થાય છે. ટામેટા ફળ છે. જ્યારે સફરજન ગુલાબના ફળની વનસ્પતિ છે.

* ફળના અભ્યાસને પોમોલોજી કહે છે. વિશ્વનું સૌથી મોટું ફળ 'કોકો- દ- મેર' ૪૨ કિલોવજનનું હોય છે.

* ફણસ મોટું ફળ છે અને વૃક્ષના થડ ઉપર ઊગે છે.

* કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે. જ્યારે ટામેટામાં માણસ કરતાં વધુ જીત હોય છે.

* કેળાં રેડિયોએક્ટિવ છે. ફ્રિઝમાં મૂકવાથી કાળા થઈ જાય છે.

* શાક અને ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. સૌથી વધુ તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા પાણી હોય છે. 

* મનુષ્ય માટે શાક અને ફળો વિટામિનનો ઉત્તમ અને મોટો સ્રોત છે.

Gujarat