For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાર્દિક પંડ્યાની T20 વર્લ્ડ કપમાં પસંદગી પાછળનું કારણ આવ્યું સામે, સિલેક્ટરોનો માસ્ટર સ્ટ્રોક

Updated: May 3rd, 2024

હાર્દિક પંડ્યાની T20 વર્લ્ડ કપમાં પસંદગી પાછળનું કારણ આવ્યું સામે, સિલેક્ટરોનો માસ્ટર સ્ટ્રોક

T20 World Cup 2024: આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 પહેલી જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન હોવાથી પ્લેઈંગ ઈલેવનમાં પણ જોવા મળી શકે છે. જો કે તેની પસંદગીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

BCCIએ હાર્દિક પંડ્યા પર શા માટે ભરોસો મૂક્યો?

હાર્દિક પંડ્યા અત્યારે ભલે ફોર્મમાં ન હોય પરંતુ તેનો અનુભવ T20 વર્લ્ડ કપમાં ઘણો ઉપયોગી થઈ શકે છે. પંડ્યા ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં ત્રણ T20 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. હાર્દિક પંડ્યા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને તે ફાસ્ટ બોલર પણ છે જેની આ ટૂંકા ફોર્મેટના ક્રિકેટમાં સૌથી વધુ જરૂર છે. આ ઉપરાંત T20 વર્લ્ડ કપમાં પણ હાર્દિકનું પ્રદર્શન સારું રહ્યું છે.

T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન

હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 16 T20 મેચમાં 136.53ની સ્ટ્રાઈક રેટ અને 23.66ની એવરેજથી 213 રન બનાવ્યા છે. જેમાં ગત T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ફટકારેલી ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ  હાર્દિક પંડ્યાએ 25.30ની એવરેજ અને 9.13ની ઈકોનોમી સાથે 13 વિકેટ પણ ઝડપી છે. આ આંકડાઓને કારણે જ પંડ્યા પર ભરોસો મૂકવામાં આવ્યો છે.

પંડ્યાની પસંદગી પર મુખ્ય પસંદગીકારનું નિવેદન

ભારતીય ટીમની જાહેરાત બાદ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે હાર્દિક પંડ્યાની પસંદગીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટીમમાં સંતુલન જાળવવા ઉપરાંત, જો તે ફિટ રહે છે તો તે શું કરી શકે તે સૌ કોઈ જાણે છે અને તેનો કોઈ વિકલ્પ નથી. હાર્દિકે અત્યાર સુધીની તમામ મેચો મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી છે. ભારતીય ટીમે એક મહિના અને થોડા દિવસો પછી પ્રથમ મેચ રમવાની છે અને તે ફિટ છે. અગરકરે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તે ફિટ રહેશે ત્યાં સુધી અમે જાણીએ છીએ કે તે શું કરી શકે છે. તે ટીમને કેટલું બેલેન્સ આપે છે. મને નથી લાગતું કે તે અત્યારે એક ક્રિકેટર તરીકે જે તે કરી શકે છે, તેનો કોઈ વિકલ્પ છે, ખાસ કરીને જ્યારે તેની બોલિંગ કરવાની રીતની વાત આવે છે.

Gujarat