For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માઈક્રોસોફ્ટ વર્ડ અને ગૂગલ ડોક્સમાં લાઈન નંબરિંગ

Updated: Apr 30th, 2024

માઈક્રોસોફ્ટ વર્ડ અને ગૂગલ ડોક્સમાં લાઈન નંબરિંગ

- íkku ík{khu ÷ktçkkt zkuõÞw{uLxLku yurzx fhðkLkkt nkuÞ fu íku{kt fhuõþ™ fhðkLkkt Úkíkkt nkuÞ, íkku yk MkwrðÄk WÃkÞkuøke Úkþu

જો તમે હવે માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવા લાગ્યા હશો તો તમારો અનુભવ હશે કે ગૂગલ ડોક્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે વર્ડની હરીફાઈ કરી રહ્યો છે. ફીચર્સની રીતે જોઇએ તો વર્ડ પ્રોગ્રામ હજી ઘણો આગળ છે. તેમાં બેઝિકથી લઇને એડવાન્સ્ડ પ્રકારનાં પાર વગરનાં ફીચર છે. તેની સામે ગૂગલ ડોક્સની મજા તેની સિમ્પલીસિટીમાં છે. ગૂગલ ડોક્સમાં ફીચર ઓછાં છે પરંતુ જેટલાં છે એટલાંનો આપણે વધુ સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ.

થોડા સમયથી ગૂગલ ડોક્સમાં એક એવું ફીચર ઉમેરાયું છે, જે માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ છે જ અને હંમેશની જેમ, ગૂગલ ડોક્સ કરતાં થોડું વધું પાવરફૂલ પણ છે. આ ફીચર આપણા રોજિંદા ઉપયોગમાં કદાચ બહુ કામ ન લાગે, પણ વર્ડ કે ગૂગલ ડોક્યુમેન્ટ્સમાં લાંબા રિપોર્ટ તૈયાર કરીને તેને એડિટ કરતા લોકોને ઉપયોગી થાય તેમ છે.

નોટપેડ જેવા પ્રોગ્રામમાં પ્રોગ્રામિંગનો કોડ લખવો કે તપાસવો હોય ત્યારે પ્રોગ્રામર્સ તેમના સમગ્ર કોડને લાઇન નંબર્સથી તપાસી શકે છે. જ્યારે કોડ ખાસ્સો મોટો હોય અને હજારો લાઇન્સ સુધી વિસ્તરેલો હોય ત્યારે તેમાં કોડના કોઈ ચોક્કસ ભાગ સુધી પહોંચવું મુશ્કેલ બની શકે. એ સમયે દરેક લાઇનને આપવામાં આવેલો નંબર પ્રોગ્રામરની મદદ કરી શકે છે. નોટપેડમાં જ્યારે કોડ લખવામાં આવે ત્યારે કોઈ પણ લાઇન પર કર્સર લઈ જતાં નોટપેડની વિન્ડોમાં નીચલા ડાબા ખૂણે એ લાઇનનો નંબર જોવા મળે છે.

આવી જ સુવિધા માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ છે. ખાસ કરીને આપણે કોઈ મોટા ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હોઇએ ત્યારે તેમાં સુધારા વધારા કરવાના હોય એ પણ બીજી કોઈ વ્યક્તિ સાથે ફાઇલ શેર કર્યા પછી ત્યારે ડોક્યુમેન્ટમાંની તમામ લાઇનને નંબર આપવામાં આવ્યો હોય તો જે લાઇન સુધી પહોંચવું સહેલું બની જાય.

આ માટે વર્ડમાં મથાળાની િરબનમાં લેઆઉટ સેકશનમાં લાઇન નંબરના વિકલ્પો ઓન કરી શકાય. આપણે વાત કરી તેમ આ ફીચર વર્ડમાં વધુ પાવરફૂલ છે. અહીં આપણે સમગ્ર ડોક્યુમેન્ટમાં કન્ટિન્યુઅસ લાઇન નંબર આપી શકીએ છીએ. ઇચ્છીએ તો દરેક નવા પેજ અને નવા સેકશન માટે નંબરિંગ નવેસરથી ચાલુ થાય એવું સેટિંગ પણ કરી શકીએ. લાઇન નંબરના ફોર્મેટિંગ માટે પણ આપણને વિવિધ વિકલ્પો મળે છે.

ગૂગલ ડોક્સમાં પણ આ સુવિધા ઉમેરાઈ છે પરંતુ તેમાં ડોક્યુમેન્ટમાં કન્ટેન્ટ ઉમેર્યા પછી મથાળાના મેનૂમાં ટૂલ્સ સેકશનમાં લાઇન નંબરિંગ ઓન કરી શકાય છે. જોકે યાદ રાખશો કે તમારું ડોક્યુમેન્ટ ‘પેપરલેસ’ ફોર્મેટને બદલે ‘પેજિસ’ ફોર્મેટમાં હોવું જરૂરી છે. ડોક્યુમેન્ટનું ફોર્મેટ ‘ફોર્મેટ’ સેક્શનનું મૂનુ ઓપન કરી, તેમાં તપાસીને બદલી શકાશે.

Gujarat