For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડિગ્રી કોર્સ સાથે સમજવા જેવા વિવિધ બિમ સોફ્ટવેર

Updated: Apr 28th, 2024

ડિગ્રી કોર્સ સાથે સમજવા જેવા વિવિધ બિમ સોફ્ટવેર

બિમ પોતે એક કન્સેપ્ટ છે અને તે અનુસાર વિવિધ બિલ્ડિંગનાં ઇન્ફર્મેશન મોડેલ તૈયાર કરવા માટે વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ થઈ શકે છે. ભારતમાં અને અન્ય દેશોમાં રેવિટ વધુ પ્રચલિત છે, પરંતુ જુદી જુદી કંપનીમાં અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય એવું બની શકે. અહીં ફક્ત ઉદાહરણ તરીકે ત્રણ સોફ્ટવેરની વાત કરી છે. સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેક્ચરના સ્ટુડન્ટ તરીકે તમે આ અને અન્ય સોફ્ટવેરની વેબસાઇટસ તપાસીને તેનાં વિવિધ ફીચર્સ સમજશો અને કોઈ એક માટે પૂરતી ટ્રેનિંગ લેશો તો  જોબ-ઇન્ટરવ્યૂ સમયે બહુ કામ લાગશે.

વિદેશમાં બિમ-ટ્રેઇન્ડ એન્જિનીયર્સ, આર્કિટેક્ટ્સની ડિમાન્ડ છે અને ભારતમાં પણ આ ક્ષેત્રે હવે તકો વધી રહી છે. કોલેજ સાથે જ આવા કોઈ સોફ્ટવેરમાં પકડ મેળવી લો - બધામાં બેઝિક કન્સેપ્ટ્સ સરખા જ છે.

ભારતમાં બિમ અને રેવિટ સોફ્ટવેરનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ થાય છે. રેવિટમાં એક જ બિલ્ડિંગ મોડેલ પર એકથી વધુ યૂઝર્સ એક સાથે કામ કરી શકે છે, અલબત્ત દરેક યૂઝર ડિઝાઇનની લોકલ કોપી પર કામ કરે છે. એક યૂઝર કોઈ એલિમેન્ટમાં ફેરફાર કરે ત્યારે તે લોક થઈ જાય છે અને બીજા યૂઝર તેમાં ફેરફાર કરી શકતા નથી. રેવિટના રેન્ડરિંગ એન્જિનથી પ્રોજેક્ટની રિઅલિસ્ટિક ઇમેજ તૈયાર કરી શકાય છે.

https://www.autodesk.in/products/revit/

‘આર્કિકેડ’ને આર્કિટેક્ટ્સ માટે, આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરાયેલ સોફ્ટવેર તરીકે પ્રમોટ કરવામાં આવે છે.  તે  ટુડી અને થ્રીડી ડિઝાઇન તૈયાર કરી શકતો પહેલો પર્સનલ કમ્પ્યૂટર કેડ પ્રોગ્રામ ગણાય છે. તેમાં વિવિધ બિલ્ડિંગ ટાસ્ક્સ માટે ૩ડી મોડેલિંગ, રેન્ડરિંગ અને ડોક્યુમેન્ટેશન થઈ શકે છે. આ પ્રોગ્રામમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે પહેલેથી છેલ્લે સુધીની તમામ બાબતોની ડિઝાઇન અને પ્રોસેસ મેનેજ થઈ શકે છે.

https://graphisoft.com/solutions/archicad

આ એક પ્રકારનું ક્લાઉડ-બેઝ્ડ પ્લેટફોર્મ છે, જેનું ફોક્સ તેના નામ મુજબ કોલાબોરેશન પર છે. તેમાં આખી ટીમ ક્લાઉડમાં જ બિમ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે અને પ્રોજેક્ટ આગળ વધતો જાય તેમ તેમ તેમાં જે સમસ્યાઓ કે ફેરફારો આવે તેને મેનેજ કરી શકે છે. તેમાં પ્રોબ્લેમ ટ્રેકિંગ, રિપોર્ટિંગ અને કોલાબોરેશન પર વિશેષ ફોકસ છે. તેને અન્ય બિમ સોફ્ટવેર ટૂલ્સ સાથે ઇન્ટિગ્રેટ પણ કરી શકાય છે.

https://www.bimcollab.com/en/

Gujarat