For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહાદેવ સ્કેમમાં સાહિલ જેલભેગો ઃ હવે સંજુ, તમન્ના, બાદશાહનો વારો ?

Updated: Apr 29th, 2024

મહાદેવ સ્કેમમાં સાહિલ જેલભેગો ઃ હવે સંજુ, તમન્ના, બાદશાહનો વારો ?

- તમન્નાને ૨૯ એપ્રિલે સોમવારે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સંજય દત્તને ૨૩ એપ્રિલે પૂછપરછ માટે બોલાવાયેલો પણ ભારતની બહાર હોવાથી નહોતો હાજર થયો

- સાહિલ બોડી બિલ્ડર છે તેથી ફિલ્મોમાં નિષ્ફળ જતાં ફિટનેસ તરફ વળ્યો. તેની જોરદાર બોડીના કારણે મહિલાઓ આકર્ષાતી તેથી ફિટનેસના નામે સાહિલ ધનિક મહિલાઓની શરીર ભૂખ સંતોષવાનું કામ કરીને અઢળક કમાયો હોવાના આક્ષેપો થયા છે. આ પૈસાનો ઉપયોગ કરીને સાહિલે ફિટનેસ અને ડીવાઈન ન્યુટ્રીશનના નામે ન્યુટ્રીશન બ્રાન્ડ લોંચ કરી. સાહિલ ફાઈવ સ્ટાર હોટલોમાં ગ્રાન્ડ પાર્ટીઓ આપતો કે જ્યાં ધનિક મહિલાઓનો તેના જેવા યંગ બોડી બિલ્ડર મોડલોને બોલાવીને મેળાપ કરાવી આપતો. આ પાર્ટીઓમાં ખુલ્લેઆમ હવસનો ખેલ ચાલતો એવું કહેવાય છે.

બોલીવુડના બહુ નહીં ચાલેલા બોડી બિલ્ડર એક્ટર સાહિલ ખાનની ધરપકડ સાથે જ સટ્ટાખોરી માટે કુખ્યાત મહાદેવ એપનો મુદ્દો પાછો ગાજ્યો છે. 

મહાદેવ એપની ફેરપ્લે એપને સંજય દત્ત, જેકલીન ફર્નાન્ડિઝ, તમન્ના ભાટિયા અને સિંગર બાદશાહે પણ પ્રમોટ કરી હોવાથી સાહિલ પછી હવે તેમનો વારો પડે એવી પણ શક્યતા છે. 

પોલીસે ૧૫ હજાર કરોડ રૂપિયાના મહાદેવ એપ કૌભાંડમાં બાદશાહ અને સંજયદત્તના મેનેજરોની પૂછપરછ કરી છે જ્યારે તમન્નાને ૨૯ એપ્રિલ ને સોમવારે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સંજય દત્તને ૨૩ એપ્રિલે પૂછપરછ માટે બોલાવાયેલો પણ ભારતની બહાર હોવાથી નહોતો હાજર થયો. સંજયે પોલીસને નવી તારીખ આપવા વિનંતી કરી છે એ જતાં સંજયસ જેકલીન અને બાદશાહની પૂછપરછ થશે જ.  પછી જેલભેગા થવાનો વારો પણ આવી શકે છે. 

સાહિલનો કેસ સંજય દત્ત, જેકલીન, તમન્ના અને બાદશાહથી અલગ છે પણ બધાં મહાદેવ એપ કૌભાંડનો હિસ્સો જ છે.  છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિતનાં મોટાં માથાં પણ અબજોના મહાદેવ બેટિંગ એપ સ્કેમમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. 

તેમની છત્રછાયામાં આ કૌભાંડ થયું ને બદલામાં તેમણે કરોડો રૂપિયા મહાદેવ એપના કારભારીઓ પાસેથી લીધા. બદલામાં કૌભાંડીને મોકળું મેદાન આપ્યું તેમાં સામાન્ય લોકોના અબજો રૂપિયા ખંખેરાઈ ગયા. 

સાહિલ ખાન આ બધાંથી એક કદમ આગળ છે કેમ કે મુંબઈ પોલીસ સાયબર સેલની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના આરોપ પ્રમાણે, સાહિલ તો મહાદેવ એપ ગુ્રપની સટ્ટા માટેની લોટસ બુક ૨૪ બાય ૭  એપમાં ભાગીદાર પણ છે. સાહિલે મહાદેવ એપની લાયન નામની એપ પ્રમોટ પણ કરી હતી તેથી એ બે બાજુથી ફસાયેલો છે. સાહિલે લોટસ બુક ૨૪ બાય ૭ એપને પ્રમોટ કરવા લાયન એપ લોંચ કરી હતી. આ કેસમાં સાહિલની પૂછપરછ પણ કરાયેલી. 

સાહિલે પોતે મહાદેવ એપ સાથે ૨૪ મહિનાનો કોન્ટ્રાક્ટ કરેલો ને મહિનાના ૩ લાખ રૂપિયા લઈન એપની પોસ્ટ મૂકવા સિવાય બીજો કોઈ રોલ નહોતો એવો બચાવ કરેલો પણ પોલીસે માન્ય નહોતો રાખ્યો. 

જેલભેગા થવાનો ડર લાગતાં સાહિલે બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી પણ અરજી ફગાવી દેવાતાં સાહિલ ફરાર થઈ ગયેલો. પોલીસ તેને શોધતી હતી ને છેવટે છત્તીસગઢના આદિવાસી વિસ્તાર બસ્તરના જગદલપુરથી ઝડપાયો છે. મુંબઈથી ભાગ્યા પછી સાહિલ વારંવાર લોકેશન બદલીને પોલીસને ચકમો આપતો હતો પણ પોલીસે ૪૦ કલાક સુધી તેને ચેઝ કરીને છેવટે ઝડપી લીધો.  

પોલીસના કહેવા પ્રમાણે, સાહિલે પોતાના નેટવર્કનો ઉપયોગ સટ્ટાખોરીની સાઈટ્સ અને એપના પ્રચાર માટે કરેલો. સાહિલે બોલીવુડમાં શર્મન જોશી સાથે સ્ટાઈલ અને એક્સક્યુઝ મી જેવી સફળ ફિલ્મો કરેલી પણ બહુ ચાલ્યો નહીં. 

મૂળ બંગાળના અત્યંત ગરીબ મુસ્લિમ પરિવારનો સાહિલ સ્ટાર બનવા ભાગીને મુંબઈ આવેલો પણ સાહિલની માંડ છ ફિલ્મો આવી. તેમાંથી એ હીરો હતો એવી ચાર ફિલ્મો તો  બી ગ્રેડની હતી. વરસો પછી તેને અલાદીન અને રામ, ધ સેવિયર ફિલ્મોમાં નાના નાના રોલ મળ્યા પણ તેની અભિનયની કારકિર્દી પાટા પર ના ચડી. 

સાહિલ બોડી બિલ્ડર છે તેથી ફિલ્મોમાં નિષ્ફળ જતાં ફિટનેસ તરફ વળ્યો. તેની જોરદાર બોડીના કારણે મહિલાઓ આકર્ષાતી તેથી ફિટનેસના નામે સાહિલ ધનિક મહિલાઓની શરીર ભૂખ સંતોષવાનું કામ કરીને અઢળક કમાયો હોવાના આક્ષેપો પણ થયા છે. આ પૈસાનો ઉપયોગ કરીને સાહિલે પોતાની ફિટનેસ અને ડીવાઈન ન્યુટ્રીશનના નામે ન્યુટ્રીશન બ્રાન્ડ પણ લોંચ કરી હતી. આ બ્રાન્ડ હેઠળ સાહિલ બોડી બનાવવા માટેનાં ન્યુટ્રીશન સપ્લીમેન્ટ વેચે છે ને એ પણ શંકાસ્પદ મનાય છે. 

સાહિલ ફાઈવ સ્ટાર હોટલોમાં ગ્રાન્ડ પાર્ટીઓ આપતો કે જ્યાં ધનિક મહિલાઓનો તેના જેવા યંગ બોડી બિલ્ડર મોડલોને બોલાવીને મેળાપ કરાવી આપતો. આ પાર્ટીઓમાં ખુલ્લેઆમ હવસનો ખેલ ચાલતો એવું કહેવાય છે. સાહિલના પોતાના જ સંખ્યાબંધ ધનિક મહિલાઓ સાથે સંબંધ હોવાના આક્ષેપ થયા છે. સાહિલની ઈમેજ એ રીતે બહુ સારી નથી પણ હમણાં સુધી એ સિંગલ જ હતો તેથી તેની અંગત જીંદગી વિશે કોઈ બોલતું નથી.  

સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો પછી સાહિલ ફિટનેસ ઈન્ફ્લુઅન્સર બનીને કરોડો કમાય છે. યુ ટયુબ પર સાહિલના ૨૮ લાખ સબસ્ક્રાઈબર્સ છે જ્યારે ઈન્સ્ટાગ્રામ પર ૧.૧૦ કરોડથી વધારે ફોલોઅર છે. 

સંજય, તમન્ના, જેકલીન, બાદશાહ વગેરે મહાદેવ એપના કૌભાંડમાં સહિલ જેટલાં ખૂંપેલાં નથી. 

ગયા વરસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ વખતે મહાદેવ ઓનલાઈન ગેમિંગ એન્ડ બેટિંગ એપ્લિકેશનની ફેર પ્લે નામની એપ પર લાઈવ મેચ બતાવાતી હોવાનો દાવો કરાતો હતો. આ દાવો તમન્ના, સંજય, જેકલીન, બાદશાહ સહિતની સેલિબ્રિટી કરતી હતી. આઈપીએલની કેટલીક મેચો આ એપ પર લાઈવ પણ બતાવાઈ હતી.

આઈપીએલના પ્રસારણના હકો અબજોમાં વેચાયા છે તેથી આ રીતે પ્રસારણ ગેરકાયદેસર કહેવાય તેથી કેસ થઈ ગયો. આઈપીએલ મેચનું ગેરકાયદેસર રીતે પ્રસારણ કૌભાંડ કહેવાય. આ કૌભાંડમાં પ્રમોશન કરવાના નામે નાણાં લઈને ભાગીદાર બનવું મોટો ગુનો છે.  આ સંદર્ભમાં જ બધી સેલિબ્રિટીની પૂછપરછ થઈ રહી છે ને ધરપકડ પણ થઈ શકે.

- સાહિલના જેકી શ્રોફની પત્ની સાથેની અંગત પળોના ફોટા કોર્ટમાં મૂકાયેલા

સાહિલ ખાનના એક્ટર જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથેના અફેરે ચકચાર જગાવી હતી. આયેશા અને સાહિલ બંને બંગાળી હોવાથી ભાષાના કારણે બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી. આયેશા અત્યારે ૬૫ વર્ષની છે જ્યારે સાહિલ ૪૭ વર્ષનો છે તેથી સાહિલ આયેશાથી ૧૬ વર્ષ નાનો છે. ૨૦૦૯માં બંને વચ્ચે અફેર શરૂ થયું ત્યારે આયેશા ૪૮ વર્ષની ને સાહિલ ૩૨ વર્ષનો હતો. 

આયેશા અને સાહિલે સાથે મળીને પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. 

આ દરમિયાન બંને વચ્ચે શરીર સંબધો બંધાયા હોવાનું કહેવાય છે. 

પાંચ વર્ષના સંબંધ પછી ગમે તે કારણોસર બંનેના સંબંધોમાં તણાવ આવતાં આયેશાએ સાહિલ સામે કેસ કરી દીધેલો. સાહિલના વકીલે દાવો કરેલો કે, આયેશા-સાહિલના સેક્સ સંબંધો હતા પણ આયેશાના પરિવારને ખબર પડી જતાં સાહિલને કંપનીમાંથી દૂર કરવા ખોટો કેસ કરાયો છે. વકીલે આયેશા અને સાહિલની અંગત પળોના ફોટા પણ કોેર્ટમાં રજૂ કરતાં ખળભળાટ મચી ગયો હતો. શ્રોફ પરિવારે આ ફોટા જોયા પછી સાહિલ સાથે કોર્ટ બહાર સમાધાન કરી લેવાનું મુનાસિબ માન્યું હતું. 

સાહિલ ખાનને મોડલ અને એક્ટ્રેેસ સના ખાન સાથે અફેર હોવાનું કહેવાય છે.

 ઈસ્માઈલ ખાન ત્યારે સનાનો બોયફ્રેન્ડ હતો. સના-સાહિલના સંબંધોની ખબર પડતાં ઈસ્માઈલે સાહિલના જીમમાં જઈને મારામારી કરી હતી. આ ઘટના પછી સના અને ઈસ્માઈલના સંબંધોન અંત આવી ગયો હતો. સના સુરતના મૌલવી મુફતી અનાસ સૈયદ સાથે નિકાહ કરીને સુખી દામ્પત્યજીવન ગાળી રહી છે.

- સેક્સ બોમ્બ નિગાર સાથે ૬ મહિનામાં ડિવોર્સ, ૨૬ વર્ષ નાની યુવતી સાથે બીજાં લગ્ન

સાહિલે ૨૦૦૫માં ઈરાનમાં જન્મેલી પણ નોર્વેમાં ઉછરેલી હોટ એક્ટ્રેસ નિગાર ખાન સાથે લગ્ન કરેલાં. નિગાર ખાન એ જમાનામાં સેક્સ બોમ્બ તરીકે પ્રખ્યાત હતી. ૨૦૦૪માં નોર્વેના મેગેઝિનમાં ટોપલેસ પોઝ આપનારી નિગારે 'ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની' ગીતના રીમિક્સ આલ્બમમાં ભરપૂર અંગપ્રદર્શન અને ઉત્તેજક અદાઓ દ્વારા ઘૂમ મચાવેલી. 

સાહિલ અને નિગાર વચ્ચે ૨૦૦૪ના સપ્ટેમ્બરમાં લગ્ન થયાં અને છ મહિના પછી ૨૦૦૫ના જુલાઈમાં ડિવોર્સ થઈ ગયા. નિગાર ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલી અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી તેથી નિગારને ૨૦૦૫ના ફેબુ્રઆરીમાં ભારતથી ડીપોર્ટ કરી દેવાઈ હતી. નિગારે વર્ક વિઝા માટે અરજી કરેલી પણ ખોટા દસ્તાવેજો આપ્યા હોવાથી વિઝા નહોતા મળ્યા. સાહિલ સાથેનાં લગ્નના કારણે નિગારે ભારતીય નાગરિક બનવા કરેલી અરજી પણ વર્ક વિઝા માટે ખોટા દસ્તાવેજો આપવા બદલ નકારી કઢાતાં નિગારે ભારત છોડવું પડયું. સાહિલ ભારત છોડી શકે તેમ નહોતો તેથી બંનેના ડિવોર્સ થઈ ગયા. 

સાહિલે આ વર્ષના ફેબ્રુઆરીમાં મેલિના નામની બેલારૂસની છોકરી સાથે લગ્ન કર્યા છે. મેલિના માત્ર ૨૧ વર્ષની છે અને સાહિલથી ૨૬ વર્ષ નાની છે. હમણાં જ ગ્રેજ્યુએશ પૂરું કરનારી મેલિના સાથે સાહિલ દુબઈ શિફ્ટ થવા માગતો હતો અને શર્મન જોશી સાથે સ્ટાઈલ ૨ ફિલ્મ દ્વારા કમબેક કરવા માંગતો હતો ત્યાં જ જેલભેગો થઈ ગયો છે.


Gujarat