For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘બાબર કા બચ્ચા-બચ્ચા...જય શ્રી રામ બોલેગા...’, રાજસ્થાનના ભાજપ અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

Updated: Apr 23rd, 2024

‘બાબર કા બચ્ચા-બચ્ચા...જય શ્રી રામ બોલેગા...’, રાજસ્થાનના ભાજપ અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

Rajasthan Lok Sabha Election 2024 : રાજસ્થાનમાં જેમ જેમ બીજા તબક્કાના મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ ચૂંટણી પ્રચાર કરી રહેલા નેતાઓના શબ્દો પણ વધુ તિખા બની રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસે વડાપ્રધાને બાંસવાડામાં કરેલા નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે રાજસ્થાનના BJP અધ્યક્ષ સી.પી.જોશી (C.P.Joshi)એ વિવાદાસ્પદ નિવેદન કરી ફરી રાજ્યનું રાજકારણ ગરમાવ્યું છે. તેમણે એક સભામાં ભાષણ દરમિયાન કહ્યું કે, ‘જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો બાબરના બાળકો જય શ્રીરામ બોલશે.’

ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ પર પણ સાધ્યુ નિશાન

ભાજપ અધ્યક્ષ જોશીએ ચિત્તોડગઢના વલ્લભનગર વિધાનસભા મતવિસ્તારના ભીંડરમાં એક જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ નિશાને લઈ ગંભીર પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં, તેમણે સભામાં વિવાદાસ્પદ નિવેદન પણ બોલી કાઢ્યું હતું. 

‘...તો બાબરના બાળકો પણ જય શ્રીરામ બોલશે’

તેમણે ભાષણમાં કહ્યું કે, ‘લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. જે લોકોને જય શ્રીરામ બોલવામાં તકલીફ પડી રહી છે... મારો દાવો છે કે, મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે ત્યારે બાબરના બાળકો પણ જય શ્રીરામ બોલશે.’

‘કોંગ્રેસે ભગવાન રામના જન્મ પર સવાલ ઉઠાવ્યા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ (Congress) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સનાતને ગાળો આપી રહ્યા છે. કોંગ્રેસે ભગવાન રામના જન્મ પર સવાલ ઉઠાવી તેમને કાલ્પનિક કહ્યા. તેમણે રામનવમી અને નવા વર્ષે નિકળતી શાભાયાત્રા અને તેના પર લગાવાતા ભગવાનના ધ્વજો પર પ્રતિબંધ લગાવ્યો. આવી સ્થિતિમાં 26મીએ ભાજપને વોટ આપી આવી વિચારસરણી રાખનારાઓને દફન કરવાના છે.’

Gujarat