For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: ધ્રૂજાવી દેનારી ઘટના! અચાનક એક વીઘા જમીનમાં 70 ફૂટ ઊંડો ખાડો પડી ગયો, તાત્કાલિક 144 લગાવી દેવાઈ, વિજ્ઞાનીઓ દોડી ગયા

Updated: Apr 23rd, 2024

VIDEO: ધ્રૂજાવી દેનારી ઘટના! અચાનક એક વીઘા જમીનમાં 70 ફૂટ ઊંડો ખાડો પડી ગયો, તાત્કાલિક 144 લગાવી દેવાઈ, વિજ્ઞાનીઓ દોડી ગયા

70 Feet Deep Pit : મંગળવારે બીકાનેરના લૂણકરણસર તાલુકામાં ભૂસ્ખલનની ઘટનાથી લોકો ગભરાય ગયા હતા. સહજરાસર ગામમાં જમીન લગભગ 70 ફૂટ ઊંડી ધસી ગઈ હતી. જેથી ખેડૂતો દ્વારા મામલાની તાત્કાલિક પોલીસને જાણ કરતા એસડીએમ રાજેન્દ્ર કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડ્રોન દ્વારા વીડિયોગ્રાફી કરાવીને સમગ્ર મામલોની તપાસ કરવામાં આવી હતી.

બિકાનેરથી ભૂસ્તર નિષ્ણાતો બોલાવવામાં આવ્યા 

લૂણકરણસરના સહજરાસર ગામમાં એક વીઘા જમીનમાં ભૂસ્ખલનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એ જગ્યા પરના વૃક્ષો પણ ભૂસ્ખલનમાં ધસી ગયા હતા. જો કે ઘટનાસ્થળની તપાસ માટે બિકાનેરથી ભૂસ્તર નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.  

થોડા દિવસ પહેલા અહીં વીજળી પડી હતી

થોડા સમય પહેલા અહીં વીજળી પડી હતી, જેના કારણે એવું માનવામાં આવે છે કે જમીન ધસી ગઈ હશે. તેમજ ત્યાની મોટાભાગની જમીન વેરાન છે. 

કલમ 144 લગાવી દેવાઈ

આ ઘટના બાદ ગામના યુવાનો ખાડાની અંદર જઈને વીડિયો બનાવતા હતા. આવી સ્થિતિમાં પોલીસ કડક પગલા લેતા કલમ 144 લાગુ કરી દીધી છે અને આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Article Content Image

Gujarat