For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેરબજારની અચાનક ગુલાંટ, સેન્સેક્સમાં 1400 તો નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો, 3 લાખ કરોડ સ્વાહા

Updated: May 3rd, 2024

શેરબજારની અચાનક ગુલાંટ, સેન્સેક્સમાં 1400 તો નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો, 3 લાખ કરોડ સ્વાહા

Stock Market Crash news | દિવસની શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે અચાનક યુ-ટર્ન માર્યો અને શેરબજારમાં રોકાણ કરનારા લોકોમાં હડકંપ મચી ગયો. સેન્સેક્સ આજે તેના હાઈ લેવલથી 2 ટકા એટલે કે 1434 પોઈન્ટ સુધી ગગડી ગયો હતો. જ્યાર નિફ્ટી દિવસની શરૂઆતમાં 22,794ના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ તેમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. સમાચાર લખવા સુધીમાં તે લગભગ 1.60 ટકા એટલે કે 400 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.

1 વાગ્યા સુધીમાં કેવી રહી સ્થિતિ? 

બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ થઇ રહી હતી જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 475 પોઈન્ટથી વધુના કડાકા સાથે  48,765ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. BSEના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં વેચવાલી આવી હતી. બજાજ ફાઇનાન્સનો શેર પણ 2 ટકા સુધી ગગડી ગયો હતો. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકાનો આવ્યો હતો.

શેરબજારે અચાનક ગુલાંટ કેમ મારી?

શુક્રવારે એકદમ ઉછાળા બાદ હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો, જેના કારણે શેરબજાર નીચે તરફ ગગડવા લાગ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને આઈટી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીજું કારણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 964 કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે સેન્સેક્સ આજે એક્સપાયરી પણ છે. BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 3 લાખ કરોડ ઘટીને રૂ. 405.83 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે BSE શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ. 2.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.

Article Content Image


Gujarat