For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેન્સેક્સ 75095ના વધ્યામથાળેથી 1627પોઈન્ટ તૂટી અંતે 733 ઘટીને 73878

- નિફટી સ્પોટ ૨૨૭૯૫ની નવી ટોચના વધ્યામથાળેથી ૪૪૭ પોઈન્ટ તૂટી અંતે ૧૭૨ પોઈન્ટ ઘટીને ૨૨૪૭૬ :

- FPI/FIIની કેશમાં રૂ.૨૩૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: May 4th, 2024

સેન્સેક્સ 75095ના વધ્યામથાળેથી 1627પોઈન્ટ તૂટી અંતે 733 ઘટીને 73878

વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિપરીત આવકવેરા નિયમોમાં ફેરફારોના અહેવાલની અસર

મુંબઈ : વૈશ્વિક પોઝિટીવ પરિબળો પૈકી ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત તેમ જ ક્રુડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી બાદનો સાપ્તાહિક સૌથી વધુ ઘટાડો થવા સાથે એપલ ઈન્ક.ના ચાઈનામાં પણ અપેક્ષાથી સારા રિઝલ્ટ સાથે ઐતિહાસિક શેર બાયબેક અને સોલિડ આઉટલૂક-અંદાજોએ ટેકનોલોજી શેરો પાછળ વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે સપ્તાહના અંતે ફંડો, દિગ્ગજ ખેલાડીઓ ઈન્ડેક્સ બેઝડ મોટો ઉથલો કરાવ્યો હતો. લોકસભા ચૂંટણી બાદ સરકાર-આવક વેરા ખાતું તમામ એસેટ ક્લાસ માટે એકસમાન ધોરણો, પેનલ્ટી લાગુ કરવા સહિતના ફેરફારો કરશે એવા અહેવાલે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો.  સેન્સેક્સમાં આજે  ઈન્ટ્રા-ડે ૨૬૦૦થી વધુ પોઈન્ટ અને નિફટીમાં ૮૦૦થી વધુ પોઈન્ટની ઉથલપાથલ થઈ ગઈ હતી. જો કે નાણા પ્રધાન નિર્મલા સીતારામને આવક વેરા સંબંધિત ફેરફારોની વાતોને અફવા ગણાવી હતી.

 એફ એન્ડ ઓથી દૂર રહેજો : અફવાનું બજાર ગરમ કરી ફરી ઓપરેટરો, ફંડોની ઈન્ડેક્સ બેઝડ ઉથલપાથલ

ટ્રેડીંગની શરૂઆત પોઝિટીવ થઈ બજાજ ફિન ટ્વિન્સ શેરોમાં તેજી સાથે સ્ટેટ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં આકર્ષણે આરંભમાં સેન્સેક્સ ૪૮૪.૦૭ પોઈન્ટ ઉછળીને ૭૫૦૯૫.૧૮ સુધી પહોંચ્યો હતો. જે એકાએક ફ્રન્ટલાઈન-ઈન્ડેક્સ બેઝડ હેવીવેઈટ શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતી સુઝુકી, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં મોટું હેમરીંગ થતાં વધ્યામથાળેથી ૧૬૨૭.૪૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૩૪૬૭.૭૩ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળેથી અડધોઅડધ રિકવર થઈ અંતે ૭૩૨.૯૬પોઈન્ટ તૂટીને ૭૩૮૭૮.૧૫બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૧૪૬.૫૦ પોઈન્ટ વધીને ૨૨૭૯૪.૭૦ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યા બાદ વધ્યામથાળેથી ૪૪૬.૬૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૨૩૪૮.૦૫ સુધી ખાબક્યા બાદ અંતે ૧૭૨.૩૫પોઈન્ટ ઘટીને ૨૨૪૭૫.૮૫ બંધ રહ્યો હતો. અફવાનું બજાર ગરમ કરીને ફરી ઓપરેટરો, ફંડો ઈન્ડેક્સ બેઝડ ઉથલપાથલ મચાવી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં મોટો ખેલો કરી ટ્રેડરોને ખુવાર કરવા લાગ્યા હોઈ એફ એન્ડ ઓના કેસીનોથી દૂર રહેવું હિતાવહ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮૩૨ સુધી તૂટયો : લાર્સનમાં રૂ.૩૪૮૭ સુધી પટકાયો : મારૂતી, નેસ્લે, ભારતી તૂટયા

સેન્સેક્સ શેરોમાં આજે ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં આંચકા આપી બજારમાં મોટી ઉથલપાથલ કરવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નીચામાં રૂ.૨૮૩૨.૭૦ સુધી તૂટી અંતે રૂ.૬૩.૬૦ પોઈન્ટ ઘટીને રૂ.૨૮૬૮.૫૦ બંધ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો નીચામાં રૂ.૩૪૮૭.૭૫ સુધી ખાબકી અંતે રૂ.૯૮.૫૦ ઘટીને રૂ.૩૪૯૯.૧૦ બંધ રહ્યો હતો. મારૂતી સુઝુકી નીચામાં રૂ.૧૨,૪૧૬.૯૦ સુધી ઘટી અંતે રૂ.૩૦૨.૬૦ પોઈન્ટ ઘટીને રૂ.૧૨,૪૯૧.૧૫ બંધ રહ્યો હતો. નેસ્લે ઈન્ડિયા નીચામાં રૂ.૨૪૩૫.૮૫ સુધી આવી અંતે રૂ.૫૫.૭૦ ઘટીને રૂ.૨૪૫૫.૬૦ રહ્યો હતો. ભારતી એરટેલ નીચામાં રૂ.૧૨૫૮.૨૫ સુધી ખાબકી અંતે રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૧૨૭૯.૬૫ બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ નીચામાં રૂ.૯૭૭૬.૮૦ સુધી આવી અંતે રૂ.૧૯૫.૧૫ ઘટીને રૂ.૯૭૮૬.૧૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૫૦ પોઈન્ટ ગબડયો : કાર્બોરેન્ડમ, જીએમઆર, એસકેએફમાં ઓફલોડિંગ

કેપિટલ ગુડઝ શેરોમાં આજે લાર્સન સહિતમાં મોટા ગાબડાં પડતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૯.૫૦ પોઈન્ટ તૂટીને ૬૨૬૧૬.૭૪ બંધ રહ્યો હતો. જે નીચામાં ૬૨૩૪૯ સુધી ખાબક્યો હતો. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૬૩ ઘટીને રૂ.૧૪૪૪.૮૫, જીએમઆર ઈન્ફ્રા રૂ.૨.૫૨ ઘટીને રૂ.૮૫.૬૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૮૬.૩૦ ઘટીને રૂ.૪૬૩૧, ભારત ફોર્જ રૂ.૨૨.૩૦ ઘટીને રૂ.૧૨૫૨.૩૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૧૦૪૬.૪૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં મારૂતી પાછળ વેચવાલી : ઓટો ઈન્ડેક્સ ૩૨૫ પોઈન્ટ તૂટયો : એમઆરએફ રૂ.૫૪૩૧ તૂટયો

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મારૂતી સુઝુકી પાછળ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૪.૮૬ પોઈન્ટ તૂટીને ૫૧૩૪૧.૦૧ બંધ રહ્યો હતો. એમઆરએફ રૂ.૫૪૩૧.૨૫ તૂટીને રૂ.૧,૨૮,૪૯૫, અપોલો ટાયર રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૫૦૨.૬૫, બોશ રૂ.૬૨૦.૭૦ ઘટીને રૂ.૩૦,૦૬૬.૫૦, ટાટા મોટર્સ રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૧૦૧૩.૮૦, ટીવીએસ મોટર રૂ.૨૧.૪૫ ઘટીને રૂ.૨૦૫૩.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૨૪૪૫.૪૫ રહ્યા હતા.

સુગર શેરોમાં તેજીનો વેપાર ખંખેરાયો :  બન્નારી અમાન, અવધ સુગર, ડીસીએમ, રેણુકા સુગર ઘટયા

સુગર-એફએમસીજી શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ તેજીનો મોટો વેપાર ખંખેરવા લાગતાં વ્યાપક નરમાઈ જોવાઈ હતી. બન્નારી અમાન સુગર રૂ.૧૦૫.૩૫ તૂટીને રૂ.૨૬૦૨.૨૦, અવધ સુગર રૂ.૧૮ ઘટીને રૂ.૫૭૯.૯૫, ડીસીએમ શ્રીરામ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૨૦૫.૭૫, રેણુકા સુગર રૂ.૧.૦૪ તૂટીને રૂ.૪૩.૮૯ રહ્યા હતા. આ સાથે નેસ્લે ઈન્ડિયા રૂ.૫૫.૭૦ તૂટીને રૂ.૨૪૫૫.૬૦,  વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૩.૯૦ ઘટીને રૂ.૪૬૮૦.૫૦ રહ્યા હતા.

કોટક બેંકમાં વેચવાલી : રૂ.૨૮ ઘટીને રૂ.૧૫૪૭ : ઈન્ડસઈન્ડ ઘટયા : બજાજ ફિનસર્વ, બજાજ ફાઈ. વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે વેચવાલી રહી હતી. કોટક મહિન્દ્રા બેંકમાં પરિણામ પૂર્વે જોઈન્ટ મેનેજિંગ ડિરેકટરના રાજીનામાના પગલે સતત વેચવાલીએ રૂ.૨૮.૫૫ ઘટીને રૂ.૧૫૪૭.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩ ઘટીને રૂ.૧૪૮૨.૭૦, ફેડરલ બેંક રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૬૫.૯૫, એચડીએફસી બેંક રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૧૫૧૮.૬૫ રહ્યા હતા. આ સાથે ધની સર્વિસિઝ રૂ.૩.૨૯ ઘટીને રૂ.૫૧.૯૩, કેફિનટેક રૂ.૨૮.૭૫ ઘટીને રૂ.૭૮૬.૨૫, બીએફ ઈન્વેસ્ટ રૂ.૨૦.૪૫ ઘટીને રૂ.૫૫૯.૪૦, એન્જલ વન રૂ.૬૦.૫૦ ઘટીને રૂ.૨૭૧૭.૧૦ રહ્યા હતા. જ્યારે બજાજ ફાઈનાન્સને તેની બે ધિરાણ પ્રોડક્ટસ ઈકોમ અને ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ થકી લોન મંજૂરી અને વહેંચણી પરનો પ્રતિબંધ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઉઠાવી લેતાં શેરમાં આકર્ષણે રૂ.૫૧.૮૦ વધીને રૂ.૬૯૩૨.૮૦, બજાજ ફિનસર્વ રૂ.૧૧.૧૦ વધીને રૂ.૧૬૨૭.૧૦ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં તેજી : અજન્તા ફાર્મા રૂ.૧૪૪ વધીને રૂ.૨૩૭૭ : પિરામલ ફાર્મા, યુનિકેમ લેબ.માં આકર્ષણ

ખરાબ બજારે આજે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. અજન્તા ફાર્મા રૂ.૧૪૩.૯૦ વધીને રૂ.૨૩૭૭,  પિરામલ ફાર્મા રૂ.૮ વધીને રૂ.૧૫૧.૧૦, રેઈનબો રૂ.૭૫.૩૦ વધીને રૂ.૧૪૬૧.૫૫, એપીએલ લિમિટેડ રૂ.૩૨.૯૦ વધીને રૂ.૧૦૨૬.૨૦, યુનિકેમ લેબ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૬૦૦.૯૫, પોલીમેડ રૂ.૪૨.૪૫ વધીને રૂ.૧૬૮૨.૩૦, ફોર્ટિસ રૂ.૧૧.૧૦ વધીને રૂ.૪૫૧.૭૦, ટોરન્ટ ફાર્મા રૂ.૫૮.૮૦ વધીને રૂ.૨૭૩૨.૬૦, નોવાર્ટિસ રૂ.૧૮.૧૦ વધીને રૂ.૧૦૫૭.૨૫ રહ્યા હતા.

સપ્તાહના અંતે ઓપરેટરોના ઓફલોડિંગે સ્મોલ, મિડ કેપ શેરોમાં કડાકો બોલાયો : ૨૪૧૧ શેરો નેગેટીવ

સપ્તાહનિા અંતે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઓપરેટરો, ફંડોએ સંખ્યાબંધ શેરોમાં ઓફલોડિંગ કરતાં કડાકો બોલાઈ જઈ માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૧ અને વધનારની સંખ્યા ૨૪૧૧ રહી હતી.                                                                                

FPI/FIIની રૂ.૨૩૯૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૯૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૨૩૯૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૭,૪૪૦.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૮૩૨.૦૬કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૯૦.૫૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૮૬૫.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૭૫.૪૦ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૦૬.૨૪ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ ફ્રન્ટલાઈન, એ ગુ્રપના શેરોમાં કડાકો બોલાઈ જવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું ઓફલોડિંગ થતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું  એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપતિ આજે એક દિવસમાં રૂ.૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૦૬.૨૪ લાખ કરોડ રહી ગયું હતું.

Gujarat