For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈડીએ બિનાન્સ, ઝેબપે, વઝીરએક્સના ક્રિપ્ટો વોલેટ્સમાંથી રૂ.90 કરોડનું ફંડ જપ્ત કર્યું

Updated: May 3rd, 2024

ઈડીએ બિનાન્સ, ઝેબપે, વઝીરએક્સના ક્રિપ્ટો વોલેટ્સમાંથી રૂ.90 કરોડનું ફંડ જપ્ત કર્યું

ED Seized 90 crores From Crypto Wallet: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી)એ ઓનલાઈન ગેમિંગ એપ 'E-Nugget'માં મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે બિનાન્સ, ઝેબપે અને વઝીરએક્સ જેવા એક્સચેન્જીસના ક્રિપ્ટોકરન્સી વોલેટમાંથી રૂ. 90 કરોડનું ફંડ જપ્ત કર્યું છે.

ઈડીએ જણાવ્યું હતું કે, આ ક્રિપ્ટો એસેટ્સ જપ્ત કરી તેની કાર્યવાહી હાથ ધરી છે, તેને ઈડીના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓનલાઈન ગેમિંગ સ્કેમ એપ 'E-Nugget' યુઝરને તેના રોકાણો પર ઊંચા રિટર્ન આપવાની ખાતરી આપી છેતરપિંડી કરી રહી હોવાની ફરિયાદો મળી હતી.

કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર્ડ FIRના આધારે ઈડીએ આ મામલે તપાસ હાથ ધરી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધ્યો હતો.

શું છે કૌંભાંડ

એપ 'E-Nugget' રિઅલ મની રિવોર્ડ પેટે આપવાના હેતુ સાથે વિવિધ ગેમ્સની રેન્જ ઓફર કરે છે. જેમાં યુઝર્સને ઊંચા કમિશન અને રિટર્ન મળવાની ખાતરી આપતાં ગોલ્ડન ઈન્વેસ્ટમેન્ટની તકની બાયેંધરી આપતી તસવીર પણ પ્રસારિત કરે છે. જો કે, યુઝર દ્વારા રોકાણ થયા બાદ એપ ડાર્ક થઈ જાય છે. જે રોકાણકારોને તેમના ફંડ પર કોઈપણ રિટર્ન આપ્યા વિના એપ પરથી દૂર કરી દે છે.

2500 બનાવટી એકાઉન્ટ

2022માં એપ પર ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો જાહેર થઈ હતી. જેમાં તે રોકાણકારોનુ પચાવી પાડેલ ફંડ ડિજિટલ એસેટ્સમાં રોકાણ કરી રહી હોવાની જાણ થઈ હતી. જેમાં 2500 નકલી-બનાવટી બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા. બિનાન્સ અને અન્ય એક્સચેન્જીસ પાસેથી મેળવેલી માહિતીના આધારે આ કૌંભાંડ સાથે જોડાયેલા કુલ 70 એકાઉન્ટમાં ઉપલબ્ધ રૂ. 90 કરોડનું ફંડ જપ્ત કરવામાં આવ્યું છે. 

કોણ હતાં માસ્ટરમાઈન્ડ?

EDએ આ કૌંભાંડના માસ્ટરમાઈન્ડ આમિર ખાન અને રોમેન અગ્રવાલ વિરૂદ્ધ ચાર્જ શીટ ફાઈલ કરી ધરપકડ કરી છે. આ કૌંભાંડીઓ પાસેથી ક્રિપ્ટોકરન્સી, રોકડ અને બેન્ક એકાઉન્ટ બેલેન્સ ઉપરાંત અમુક ઓફિસો સહિ કુલ 163 કરોડની એસેટ્સ જપ્ત કરવામાં આવી છે.

  Article Content Image

Gujarat