For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Crude Oil Imports: રશિયામાંથી થતી ક્રૂડ ઓઈલની આયાત વધી નવ માસની ટોચે પહોંચી

Updated: May 3rd, 2024

Crude Oil Imports: રશિયામાંથી થતી ક્રૂડ ઓઈલની આયાત વધી નવ માસની ટોચે પહોંચી

Crude Oil Imports: રશિયામાંથી ભારતમાં થતી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલમાં વધી નવ માસની ટોચે પહોંચી છે. ઉલ્લેખનીય છે, કેટલાક રશિયન જહાજો અને શિપિંગ કંપનીઓએ તેના દરિયાઈ ક્રૂડ ડિલિવરી પર G-7 પ્રાઈસ કેપ બેરલદીઠ 60 ડોલરનું પાલન ન કરતી હોવા છતાં આયાત વધી છે.

રશિયાએ ભારતમાં 1.78 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી છે, જે પાછલા મહિનાઓની સરખામણીએ 13.41% વધુ છે. એપ્રિલ દરમિયાન ભારતની સંચિત આયાત માર્ચમાં 4.91 મિલિયન બેરલ પ્રતિ દિવસની સરખામણીએ નજીવી રીતે ઘટીને 4.54 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ હતી.

ઈન્ટેલિજન્સ ફર્મ વોર્ટેક્સા ડેટા મુજબ રશિયાએ એપ્રિલમાં ભારતને દરરોજ 1.78 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી હતી. જે પાછલા મહિનાની સરખામણીએ 13.4% વધુ છે. જુલાઈ 2023 પછી આ સૌથી વધુ છે, જ્યારે રશિયામાંથી આયાત 1.99 મિલિયન બેરલ પ્રતિ દિવસ નોંધાઈ હતી.

ઈરાકમાંથી આયાત ઘટી

રશિયા પછી ઈરાક ભારતને ક્રૂડ ઓઈલનો બીજો ટોચનો સપ્લાયર રહ્યો હોવા છતાં, એપ્રિલમાં તેની આયાત દર મહિને 35% ઘટીને 776,000 બેરલ પ્રતિ દિવસ થઈ હતી. દેશમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર સાઉદી અરેબિયાએ 680,000 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. જે માર્ચથી 3.7% વધારે છે.

ભારતમાં ક્રૂડ ઓઈલના પરંપરાગત સપ્લાયર્સ મધ્ય પૂર્વના દેશોમાંથી આયાતના ભાવ સ્પર્ધાત્મકતાના અભાવે એપ્રિલમાં ઘટાડો થયો હતો. ફેબ્રુઆરી અને માર્ચમાં રશિયન ક્રૂડની ઊંચી નિકાસ અને ચીની રિફાઈનર્સ દ્વારા ઓછી ખરીદીને કારણે એપ્રિલમાં રશિયન ક્રૂડની આયાત વધી હતી. મધ્ય-પૂર્વના નિકાસકારોએ આ મહિને બજાર હિસ્સો ગુમાવ્યો છે. કારણ કે તેમની ક્રૂડની કિંમત ઓછી સ્પર્ધાત્મક છે.

ક્રૂડની કિંમતો આજેઃ સમાચાર લખાયા ત્યાં સુધીમાં આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.29 ડોલર વધી 83.96 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી હતી. ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 0.35 ટકા વધી 79.23 ડોલર પ્રતિ બેરલ થયુ હતું.

Gujarat