For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વર્તમાન લોકસભાની ચૂંટણી ટાણે IPOમાં નવો રેકોર્ડ

- ૨૦૦૪થી લોકસભા ચૂંટણીના કાળમાં મે માસમાં એક પણ જાહેર ભરણાં જોવાયા નહોતા જ્યારે ચાલુ વર્ષે ત્રણ આઇપીઓ રૂ. ૬૦૦૦ કરોડ ઉભા કરશે

- પ્રાઈમરી માર્કેટે અગાઉની ચાર ચૂંટણીનો રેકોર્ડ તોડયો

Updated: May 4th, 2024

વર્તમાન લોકસભાની ચૂંટણી ટાણે IPOમાં નવો રેકોર્ડ

મુંબઈ : ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ના દ્રષ્ટિકોણથી જોવા જઈ તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મે મહિનામાં જાહેર ભરણાંની દ્રષ્ટિએ નવો રેકોર્ડ જોવા મળી રહ્યો છે. ૨૦૦૪થી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વેળા મે મહિનામાં એકપણ જાહેર ભરણાં જોવા મળ્યા નહતા જ્યારે વર્તમાન લોકસભાની ચૂંટણી વેળા મેમાં મધ્યમ કદની ત્રણ કંપનીઓ જાહેર ભરણાં મારફત રૂપિયા ૬૦૦૦ કરોડ ઊભા કરવા જઈ રહી છે.

ચૂંટણીના પરિણામોને લગતી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૯ના એપ્રિલથી જૂનના ગાળામાં પ્રાઈમરી માર્કેટ નિરસ રહી હતી. 

જો કે ૨૦૨૪માં આ ટ્રેન્ડ તૂટી રહ્યાનું નજરે પડી રહ્યું છે. સામાન્ય રીતે રોકાણકારો સ્થિરતા ઈચ્છતા હોવાથી અનિશ્ચિત સમયમાં જાહેર ભરણાં લાવવાનું ટળાતું હોય છે એમ એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કરે જણાવ્યું હતું. જો કે વર્તમાન સમયમાં દેશની સેકન્ડરી બજારની સાથોસાથ પ્રાઈમરી માર્કેટ પણ સક્રિય રહેલી છે.

આધાર હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડેજેન તથા ટીબીઓ ટેક આવતા સપ્તાહે બજારમાંથી અંદાજે રૂપિયા ૬૩૦૦ કરોડ ઊભા કરવા યોજના ધરાવે છે. વર્તમાન મહિનામાં અન્ય કંપનીઓ  મળીને કુલ પ્રાઈમરી માર્કેટમાંથી રૂપિયા ૧૦,૦૦૦ કરોડ  ઊભા થવાની ધારણા ં છે.  માર્ચની નીચી સપાટીએથી બજારમાં ફરી જોરદાર ઉછાળો આવ્યો હતો. 

૨૦૨૪માં અત્યારસુધી ૨૪ કંપનીઓએ કુલ રૂપિયા ૧૮૦૦૦ કરોડ ઊભા કરી લીધા છે.  

બજારના સહભાગીઓને મંદી પસંદ નથી હોતી. સેકન્ડરી બજારમાં કોઈ પણ મંદીની સ્થિતિ પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોના માનસ પર અસર કરે છે. 

આ વર્ષે ચૂંટણી કોઈ મોટું કારણ રહ્યું હતું. દેશના શેરબજારોમાં રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ તેજીમય છે, જેને કારણે કંપનીઓ ભરણાં લાવવાથી ખચકાતી નથી.

કેન્દ્રમાં હાલની સરકાર જ પ્રસ્થાપિત થવાની ધારણાંએ રોકાણકારોના માનસને જાળવી રાખ્યું છે. ચૂંટણી બાદ દેશમાં આર્થિક  સુધારા આગળ ધપશે જે શેરબજાર માટે સ્થિતિ સાનુકૂળ બનાવશે તેમ રોકાણકારો માની રહ્યા છે.

દેશમાં વ્યાજ દરની સ્થિતિ તથા ભૌગોલિકરાજકીય વાતાવરણ પણ બજારની ચાલ નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે. અનેક કંપનીઓએ જાહેર ભરણાં માટે નિયમનકારી મંજુરી મેળવી લીધી છે અને વર્તમાન સરકાર પ્રસ્થાપિત થશે તો વર્તમાન વર્ષમાં આઈપીઓ માર્કેટ મજબૂત રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ૨૦૦૪થી ૨૦૧૯ની ચાર લોકસભાની ચૂંટણી વેળા સત્તા પર કોણ આવશે તે નિશ્ચિત નહોતું. 

ચૂંટણી ટાણે IPO 


લોકસભા

IPO

ભંડોળ

ચૂંટણી

સંખ્યા

(રૃ.કરોડમાં)

૨૦૦૪

૨૬૨

૨૦૦૯

૨૭૮

૨૦૧૪

૧૮૧

૨૦૧૯

૩૧૫૭

એપ્રિલથી જુન સુધીના આંકડા
Gujarat