Get The App

Asian Games 2023: સુનીલ છેત્રીએ છેલ્લી ક્ષણે કર્યો ગોલ, બાંગ્લાદેશને હરાવી ભારતને મળી પ્રથમ જીત

મેચમાં શરૂઆતની 20 મિનિટમાં બાંગ્લાદેશના ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું

ચીન સામેની મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હત

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News

Asian Games 2023: સુનીલ છેત્રીએ છેલ્લી ક્ષણે કર્યો ગોલ, બાંગ્લાદેશને હરાવી ભારતને મળી પ્રથમ જીત 1 - image

Asian Games 2023: ભારતીય ફૂટબોલ ટીમે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું છે. સુનીલ છેત્રીની કેપ્ટનશીપ હેઠળ આ ભારતીય ટીમની પ્રથમ જીત છે. આ અગાઉ ચીન સામેની મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બાંગ્લાદેશ સામે ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. સુનીલ છેત્રીએ છેલ્લી ઘડીએ ગોલ કર્યો હતો.

સુનીલ છેત્રીએ 85મી મિનિટે ગોલ કર્યો

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આ મેચનો એકમાત્ર ગોલ 85મી મિનિટે કર્યો હતો. બંને ટીમોના ખેલાડીઓ શરૂઆતથી જ ગોલ કરવાનો ભરસક પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈને પણ સફળતા મળી ન હતી. ભારત-બાંગ્લાદેશના ખેલાડી મેચના પ્રથમ હાફ સુધી કોઈ ગોલ કરી શક્યા ન હતા. જો કે ભારતીય ટીમે બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બંને ટીમોને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

બંને ટીમોના ખેલાડીઓએ ગોલ કરવાના ઘણાં મોકા મળ્યા હતા પરંતુ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મેચમાં શરૂઆતની 20 મિનિટમાં બાંગ્લાદેશના ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું હતું, પરંતુ તે પછી ભારતીય ખેલાડીઓએ વાપસી કરી હતી. બાંગ્લાદેશને મ્યાનમાર અને ભારતને ચીન સામે પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેથી બંને ટીમો માટે આ મેચ ખુબ મહત્વપૂર્ણ હતું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ બરાબરી તરફ આગળ વધી રહી છે. પરંતુ સુનીલ છેત્રીએ 85મી મિનિટે ગોલ કરી ભારતીય ટીમને જીત અપાવી હતી. તેણે આ ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. 

Tags :