IPL 2024 ઓક્શન માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૌથી વધુ રૂપિયા પર્સમાં છે
Image:Social Media |
IPL Auction 2024 Player Registration : IPL 2024ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાનું છે. આ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું આજે અંતિમ દિવસ છે. BCCIએ IPL ઓક્શન માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. છેલ્લી તારીખ પછી ખેલાડીઓ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. IPL ટીમોએ તાજેતરમાં પોતપોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી બહાર પાડી છે. લગભગ તમામ ટીમોએ ઘણા મોટા નામો જાહેર કર્યા છે. 19 ડિસેમ્બરે યોજાનાર ઓક્શનમાં મોટાભાગના રિલીઝ થયેલા ખેલાડીઓ જોવા મળશે.
ખેલાડીઓને રિલીઝ કર્યા પછી ટીમો પાસે કેટલા પૈસા છે?
RCB - 40.75 કરોડ
SRH - 34 કરોડ
KKR - 32.7 કરોડ
CSK - 31.4 કરોડ
PBKS - 29.1 કરોડ
DC - 28.95 કરોડ
MI - 15.25 કરોડ
RR - 14.5 કરોડ
LSG - 13.9 કરોડ
GT - 13.85 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે સૌથી વધુ રૂપિયા પર્સમાં
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 40.75 કરોડ રૂપિયા છે. આ ટીમે તેના 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં જોશ હેઝલવુડ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ પણ સામેલ છે. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે. જયારે કોલકાતા નાઈટ રાઈડર્સ 32.7 કરોડ સાથે ઓક્શનમાં ઉતરશે. ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે અનુક્રમે 31.4, 29.1, 28.95 અને 15.25 કરોડ રૂપિયા બાકી છે. જયારે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ પાસે અનુક્રમે 13.9 અને 13.85 કરોડ રૂપિયા છે.