Get The App

Cooking Tips: ફુલાવરમાં પડી જતી ઈયળને કાઢવા માટે અપનાવો આ 6 સરળ ટ્રિક્સ

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
Cooking Tips: ફુલાવરમાં પડી જતી ઈયળને કાઢવા માટે અપનાવો આ 6 સરળ ટ્રિક્સ 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર

ચોમાસાની સીઝનમાં શાકભાજી ઝડપથી ખરાબ થવા લાગે છે. ભેજના કારણે શાકભાજીઓમાં ઈયળ પડી જાય છે. ખાસકરીને ફુલાવરમાં ઈયળ પડવાની શક્યતા વધી જાય છે જેના કારણે ફુલાવર સાફ કરવામાં લોકોને ખૂબ સમય લાગે છે. દરમિયાન અમુક સરળ રીત તમારે ખૂબ કામ આવી શકે છે, જેની મદદથી તમે ફુલાવરમાં ઈયળ મિનિટોમાં કાઢી શકાય છે.

ફુલાવરને કાપો

ફુલાવરમાંથી ઈયળ કાઢવા માટે સૌથી પહેલા તેને નાના-નાના ટુકડામાં કાપી લો. તેનાથી ફુલાવરમાં છુપાયેલા નાના કીડા પણ બહાર આવી જશે. ફુલાવરને ઘણા બધા ટુકડામાં કાપ્યા બાદ તમે તેનો સડેલો ભાગ સરળતાથી જોઈ શકશો. 

ફુલાવરને વહેતા પાણીમાં ધોવો

અમુક લોકો ફુલાવરને ધોવા માટે ટબ કે ડોલમાં ભરેલા પાણીનો ઉપયોગ કરે છે પરંતુ આનાથી ઈયળ ફુલાવરમાં જ રહી જાય છે. તેથી ફુલાવરને હંમેશા વહેતા પાણીમાં ધોવુ સારુ રહે છે. આ માટે તમે ફુલાવરને નળની નીચે રાખી શકો છો. જેનાથી પાણીનું પ્રેશર પડવાથી જ ફુલાવરમાં હાજર ઈયળ બહાર નીકળી જશે. 

ફુલાવરને મીઠાના પાણીમાં પલાળો

ફુલાવરમાં હાજર ઈયળને ખતમ કરવા માટે તમે મીઠના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં મીઠુ નાખીને મિશ્રણ બનાવી લો. હવે ફુલાવરને આ પાણીમાં પલાળીને 10-15 મિનિટ માટે રહેવા દો. આનાથી ફુલાવરમાં હાજર ઈયળ મરી જશે અને પાણી ઉપર તરવા લાગશે. 

ગરમ પાણી 

નોર્મલ જંતુ સિવાય ફુલાવરમાં પેરાસાઈટ પણ હોય છે. જેને જોવા ખૂબ મુશ્કેલ હોય છે. દરમિયાન ફુલાવરને બેક્ટેરિયા ફ્રી કરવા માટે તમે ફુલાવરને અમુક મિનિટ માટે ગરમ પાણીમાં રાખી શકો છો. આનાથી પેરાસાઈટ પણ ખતમ થઈ જશે અને ફુલાવર સોફ્ટ પણ થઈ જશે. સાથે જ ફુલાવર રાંધવામાં વધુ સમય લાગશે નહીં, જેનાથી તમને શાકભાજી બનાવવામાં પણ સરળતા થશે.

ઠંડુ પાણી

ગરમ પાણીમાં ઉકાળવાથી ફુલાવર નરમ થઈ જાય છે. દરમિયાન જો તમે કોઈ ક્રન્ચી ડિશ બનાવવા જઈ રહ્યા હોવ તો તમે ફુલાવરને થોડા સમય માટે બરફ વાળા પાણીમાં પલાળી શકો છો. તેનાથી ફુલાવરમાં હાજર ઈયળ પણ ખતમ થઈ જશે અને તમારી ડિશ પણ ખૂબ ક્રિસ્પી બનશે. 

ફુલાવરને સૂકવો

ઈયળ કાઢવાની ઉપર જણાવેલી રીત અપનાવ્યા બાદ ફુલાવરમાં પાણી ભરાઈ જશે. જેનાથી તમારી ડિશનો સ્વાદ પણ બગડી શકે છે. દરમિયાન ફુલાવરને પાણીમાંથી કાઢીને ટિશ્યૂ પેપરથી લૂછી લો. જેનાથી ફુલાવરનું પાણી સૂકાઈ જશે અને તમારુ ફુલાવર પણ બેક્ટેરિયા ફ્રી રહેશે. 

Tags :