Get The App

હિજાબ નહીં પહેરનાર મહિલાઓને 10 વર્ષની જેલ, ટાઈટ કપડા પહેરવા પર પણ પ્રતિબંધ, ઈરાનમાં નવો કાયદો લાગુ થશે

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
હિજાબ નહીં પહેરનાર મહિલાઓને 10 વર્ષની જેલ, ટાઈટ કપડા પહેરવા પર પણ પ્રતિબંધ, ઈરાનમાં નવો કાયદો લાગુ થશે 1 - image

image : twitter

તહેરાન,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

ઈરાનમાં સરકારે નવો ડ્રેસ કોડ તૈયાર કર્યો છે. જે માત્ર મહિલાઓ પર જ નહીં પરંતુ પુરુષો પર પણ લાગુ થશે. ઈરાનની સંસદે તેને લગતુ એક બિલ પસાર કરી દીધુ છે. 

આ બિલની જોગવાઈઓ પ્રમાણે મહિલાઓ ટાઈટ કપડા નહીં પહેરી શકે અને પુરુષોએ પણ નવા ડ્રેસ કોડ પ્રમાણે જ કપડા પહેરવા પડશે.

મહિલાઓ જો હિજાબ વગર ફરતા પકડાશે અને દોષી જાહેર થશે તો તેમને દસ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. બિલને લગભગ તમામ સાંસદોએ સમર્થન આપ્યુ હતુ. 

ઈરાનની સંસદે પસાર કરેલુ બિલ હવે ગાર્ડિયન કાઉન્સિલ સમક્ષ મુકાશે. આ કાઉન્સિલ કાયદાકીય નિષ્ણાતો અને મૌલવીઓનુ એક ગ્રુપ છે. જે તેને મંજૂર કરશે એ પછી તે નવો કાયદો બની જશે. ઈરાનની સંસદમાં આ કાયદાની તરફેણમાં 152 વોટ અને વિરોધમાં 34 વોટ પડયા હતા. સાત સાંસદોએ મતદાનમાં ભાગ નહોતો લીધો. 

આ બિલ એવા સમયે પસાર થયુ છે જ્યારે ઈરાનમાં મહિલાઓ પર પ્રતિબંધ સામે વિરોધ કરનાર એક્ટિવિસ્ટ મહસા અમિનીના મોત પર દેશની મહિલાઓની નારાજગી સામે આવી હતી. 

અમિનીને હિજાબ નહીં પહેરવા બદલ અટકાયતમાં લેવામાં આવી હતી અને તેનુ પોલીસ કસ્ટડીમાં રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. એ બાદ ઈરાનમાં મહિલાઓએ હિજાબના વિરોધમાં દેખાવો કર્યા હતા. જેમના પર પોલીસે આકરા એક્શન લીધા હતા અને ઘમા દેખાવકારોના મોત થયા હતા. 

ઘણા દિવસો સુધી પ્રદર્શન ચાલ્યા પછી પણ ઈરાનની સરકારે હિજાબનો કાયદો સખ્ત રીતે લાગુ કરવા માટે બિલ પસાર કર્યુ છે. આ બિલમાં મહિલાઓને ટાઈટ કપડા પહેરવા પર પણ પ્રતિબંધની જોગવાઈ છે. સાથે સાથે નવા કાયદામાં જોગવાઈ છે કે, પુખ્તવયની મહિલાઓએ પોતાના વાળને હિજાબ વડે ઢાંકવા પડશે તેમજ શરીરને છુપાવવા માટે લાંબા અને ઢીલા કપડા પહેરવા પડશે. 

Tags :