IPL Auction 2025: મેગા ઓક્શનમાં આ છે 5 સૌથી મોંઘા ખેલાડીઓ.
ઈંગ્લેન્ડના અનુભવી વિકેટકીપર બેટર જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે રૂ.15.75 કરોડમાં ખરીદ્યો હતો.
2 કરોડ બેઝ પ્રાઈઝ ધરાવતા ભારતીય સ્પિન લેજન્ડ યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેને પંજાબ કિંગ્સે રૂ.18 કરોડમાં ખરીદ્યો હતો.
અર્શદીપ સિંહને સનરાઈઝર્સ હૈદરાબાદે રૂ. 15.75 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ તેની જૂની ટીમ પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 25 વર્ષીય પેસરને રૂ. 18 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
શ્રેયસ અય્યર IPL ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ભારતીય ટીમનો વિકેટકીપર બેટર રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. લખનઉ સુપર જાયન્ટ્સે તેને રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો.