IPLના ઈતિહાસમાં સૌથી મોટા ટાર્ગેટ ચેઝ કરનારી ટીમો: ગુજરાત ટાઇટન્સ સૌથી પાછળ, જાણો ટોપ પર કોણ?.
IPLમાં 200+ રનનો સ્કોર ચેઝ કરવો મુશ્કેલ ગણાય છે, પરંતુ ઘણી ટીમોએ આ અશક્યને શક્ય કર્યું છે. હાલમાં જ MI એ LSG સામે 229 રનનો ટાર્ગેટ ચેઝ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
એવામાં જાણીએ, IPLમાં કઈ ટીમ છે અસલી 'ચેઝ માસ્ટર'.
ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમે સૌથી ઓછી 2 વાર 200+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. નવી ટીમ હોવાથી ચેઝિંગમાં હજુ ઘણું કરવાનું બાકી છે.
CSK, KKR અને LSG આ યાદીમાં થોડી પાછળ છે. આ ત્રણેય ટીમોએ અત્યાર સુધી 3-3 વાર 200થી વધુ રનનો ચેઝ કર્યા છે.
દિલ્હી કેપિટલ્સ (DC) એ અત્યાર સુધીમાં 4 વાર આ આંકડો પાર કર્યો છે. રિષભ પંતની આગેવાની વાળી આ ટીમ ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે.
રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) જ્યારે આક્રમક મૂડમાં હોય ત્યારે ગમે તેવો ટાર્ગેટ નાનો લાગે છે. આ બંને ટીમોએ 6-6 વાર 200 પ્લસનો સ્કોર ચેઝ કરીને વિજય મેળવ્યો છે.
તાજેતરમાં LSG વિરુદ્ધ 229 રનનો વિશાળ સ્કોર ચેઝ કરીને મુંબઈ ઈન્ડિયન્સ (MI) બીજા નંબરે પહોંચી ગયું છે. MI અત્યાર સુધીમાં 7 વાર 200+ રન ચેઝ કરવાનું મહત્ત્વનું કારનામું કરી ચૂક્યું છે.
આ યાદીમાં સૌથી ઉપર પંજાબ કિંગ્સ (PBKS)નું નામ જાણીને કદાચ તમને નવાઈ લાગશે. પંજાબ કિંગ્સે IPLમાં સૌથી વધુ 11 વાર 200 કે તેથી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો છે.