22 માર્ચથી IPL 2024ની શરૂઆત થવા જઈ રહી છે, તો ચાલો નજર કરીએ કે કઈ ટીમનું સુકાન કોણ સંભાળી રહ્યું છે.

ચેન્નઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડે આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે મહેન્દ્ર ધોનીનું સ્થાન લીધું છે. ગાયકવાડે IPL 2021 અને 2022માં CSK તરફથી ટોપ સ્કોર કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સ : શુભમન ગિેલે પહેલીવાર કેપ્ટન તરીકે ગુજરાત ટાઈટન્સની ધુરા સંભાળી છે. તેમણે તેમનું IPL ડેબ્યુ 2018થી કર્યું હતું.

દિલ્હી કેપિટલ્સ : આશરે 14 મહિના પછી ઋષભ પંત ક્રિકેટના મેદાન પર પરત ફરશે. એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પંત લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ : રણજી ટ્રોફીની ફાઈનલ રમ્યા બાદ શ્રેયસ અય્યરને પીઠમાં દુખાવો હતો, જો કે ફિટ જાહેર થતાં હવે તે ફરીથી IPL 2024માં રમશે.

લખનૌ સુપર જાયન્ટ્સ : કે એલ રાહુલને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 2023માં મિની ઓક્શનમાં કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યા હતા. IPL 2023માં તેમને મોટી ઈજા થઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ : હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવા પર રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાઈ છે. પંડ્યાએ આ પહેલાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ સંભાળી હતી.

પંજાબ કિંગ્સ : શિખર ધવને પંજાબ કિંગ્સ જોઈન કરતાં પહેલાં ચાર IPL ફ્રેન્ચાઈઝીના કેપ્ટન તરીકે સુકાન સંભાળ્યું હતું. તેમણે કેપ્ટન તરીકે સૌપ્રથમ સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન હાથમાં લીધી હતી.

રાજસ્થાન રોયલ્સ : સંજુ સેમસનને 2021થી કેપ્ટન તરીકેની સિનિયર પોઝિશન મળી હતી, હાલમાં રાજસ્થાન રોયલ્સના ફુલ ટાઈમ કેપ્ટન તરીકે બાજી સંભાળી રહ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ફાફ ડુ પ્લેસીસ આ વખતે RCBના કેપ્ટન તરીકે સુકાન સંભાળશે. 2022માં CSK દ્વારા છૂટા કરાયા બાદ હમણાં તેઓ બેંગ્લોર તરફથી રમી રહ્યા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ : પેટ કમિન્સે એઈડન મકરમના સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન તરીકે બાજી હાથમાં લીધી છે. આશરે એક વર્ષના ગેપ બાદ તેઓ IPLમાં પરત ફર્યા છે.

More Web Stories