એક વિમાન કેટલા વર્ષ સુધી ઉડાન ભરી શકે?.

12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું જેમાં 241 મુસાફરોના મોત થયા.

આ પ્લેન ઉડાન ભર્યાના બે મિનિટ પછી ક્રેશ થયું, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા.

એવામાં હવે આ ઘટના બાદ એર ઇન્ડિયા પર પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પેસેન્જર પ્લેન કેટલા વર્ષ સેવા આપી શકે છે, એટલે કે તેનું આયુષ્ય કેટલું હોય છે?.

એક પ્લેનનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે, જેના પરથી જ તે કેટલા વર્ષ સેવા આપી શકશે તે નક્કી કરવામાં આવે છે.

સામાન્ય રીતે પેસેન્જર પ્લેનનું આયુષ્ય 20 થી 30 વર્ષનું હોય છે, જેનો અર્થ એ છે કે 20 થી 30 વર્ષ જૂના વિમાનો પણ સેવા આપી શકે છે.

પરંતુ 20 થી 30 વર્ષ જૂના પ્લેનને ઉડવા માટે, તેની જાળવણી યોગ્ય રીતે કરવી પણ એટલી જ જરૂરી છે.

આ સાથે જો ફાઈટર જેટની વાત કરીએ તો તેનું આયુષ્ય 30થી 40 વર્ષનું હોય છે.

More Web Stories