ભારતના આંદામાન નિકોબારના સેન્ટિનલ ટાપુ પર જવાની મનાઈ છે, કારણ કે ત્યાંથી પરત આવવું અશક્ય મનાય છે.

આ આઈલેન્ડ પર એવી જનજાતિ રહે છે, જેનો આધુનિક યુગ સાથે કોઈ સંબંધ નથી.

જ્યારે પણ કોઈ બહારના વ્યક્તિ સાથે તેમનો સંપર્ક થાય છે તો તેઓ હિંસક થઈ જાય છે અને ઘાતક હુમલાઓ કરે છે.

2006માં કેટલાક માછીમારો ભૂલથી આ આઈલેન્ડ પર પહોંચ્યા, કંઈ સમજે તે પહેલાં જ તેમને જીવ ગુમાવવો પડ્યો.

આ જનજાતિના લોકો આગના તીર ચલાવવામાં માહેર છે, તેઓ ઓછી ઉંચાઈએ ઉડનારા પ્લેન ઉપર પણ ગોળાઓથી હુમલો કરે છે.

આ આઈલેન્ડ પર રહેતી જનજાતિનું અસ્તિત્વ 60,000 વર્ષ પહેલાનું છે. તેમની સંખ્યા 100થી લઈને 200 સુધી હોઈ શકે છે.

2004માં આવેલા ત્સુનામીના કારણે આ આઈલેન્ડ પર કેટલું નુકસાન થયું તે વિશે પણ જાણી શકાયું નહોતું.

જ્યારે કોસ્ટલ ગાર્ડે રેસ્ક્યૂનો પ્રયાસ કર્યો તો તેમના હેલિકોપ્ટર પર હુમલો થયો, જેથી ત્યાં પહોંચવાનો પ્રયાસ રોકી દેવાયો.

આ જનજાતિ વિશ્વની સૌથી વધુ ખતરનાક અને ખૂબ જ એકલી-અટૂલી રહેનારી જનજાતિ છે.

એટલું જ નહીં આ એકમાત્ર એવી જનજાતિ છે, જેમના જીવન કે અંગત મામલાઓમાં ભારત સરકાર પણ દખલ નથી દેતી.

More Web Stories