ભારતમાં 3 અને અમેરિકામાં 5 બ્લેડના પંખા કેમ હોય છે? જાણો આ રસપ્રદ કારણો.
ભારતના લગભગ દરેક ઘરમાં 3 બ્લેડવાળા પંખા જોવા મળે છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં 4 કે 5 બ્લેડવાળા પંખાનો ઉપયોગ વધુ થાય છે. આ પાછળ માત્ર ડિઝાઈન નહીં પણ વિજ્ઞાન અને જરૂરિયાત જવાબદાર છે.
ભારત એક ગરમ દેશ છે. અહીં ઉનાળામાં અસહ્ય ગરમી અને ભેજ હોય છે. આ સ્થિતિમાં લોકોને એવી હવા જોઈએ જે સીધી શરીરને સ્પર્શે અને પસીનો સુકવીને રાહત આપે.
3 બ્લેડવાળા પંખા વજનમાં હલકા હોય છે, જેના કારણે તે ખૂબ જ તેઝ ગતિએ ફરી શકે છે. તે હવાનો મજબૂત ફ્લો પેદા કરે છે, જે ભારતની ઉંચી છતવાળા ઘરો માટે એકદમ પરફેક્ટ છે.
અમેરિકાના મોટાભાગના ઘરોમાં એર કન્ડીશનર પહેલેથી જ હોય છે. ત્યાં પંખાનો મુખ્ય હેતુ ઠંડક આપવાનો નહીં, પણ ACની ઠંડી હવાને આખા રૂમમાં સમાન રીતે ફેલાવવાનો હોય છે.
અમેરિકામાં લોકોને તેઝ હવા કરતા હળવી અને શાંત હવા વધુ ગમે છે. 4 કે 5 બ્લેડવાળા પંખા ધીમી ગતિએ ફરીને હવાનો ફેલાવો ધીરે-ધીરે કરે છે, જેનાથી રૂમનું વાતાવરણ આરામદાયક બને છે.
અમેરિકામાં ઘરની છત સામાન્ય રીતે નીચી હોય છે, તેથી ત્યાં બહુ તેઝ હવાની જરૂર પડતી નથી. જ્યારે ભારતમાં રૂમ મોટા અને છત ઉંચી હોવાથી હવાનું સર્ક્યુલેશન વધારવા 3 બ્લેડના પંખા બેસ્ટ રહે છે.
ભારતમાં વીજળીની બચત અને ઓછી કિંમતને કારણે 3 બ્લેડના પંખા લોકપ્રિય છે, જ્યારે અમેરિકામાં પંખો મુખ્ય કુલિંગ સાધન ન હોવાથી લોકો લક્ઝરી અને દેખાવને વધુ મહત્ત્વ આપે છે.