ગરમીમાં પણ ચહેરા પર આવશે ચાંદ જેવી ચમક, બસ ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ!.

ગરમીમાં તડકા અને પરસેવાના કારણે ત્વચા બેજાન થઈ જાય છે, પરંતુ મોંઘા પ્રોડક્ટ્સ વિના માત્ર સાચા ખાનપાનથી તમે ઘરે બેઠા જ નેચરલ ગ્લો મેળવી શકો છો.

નાળિયેર પાણી શરીરને અંદરથી ઠંડક આપી હાઇડ્રેટ રાખે છે અને ઝેરી તત્વો બહાર કાઢી ચહેરા પર કુદરતી તાજગી જાળવી રાખે છે.

તરબૂચમાં ભરપૂર પાણી અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે ત્વચાને સોફ્ટ બનાવે છે અને સૂર્યના કિરણોથી થતા નુકસાનને ઘટાડે છે.

કાકડી શરીરને ઠંડક આપવાની સાથે ત્વચાને ડિટોક્સ કરે છે, જે ચહેરા પરના ખીલ અને વધારાના ઓઇલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કેરીમાં રહેલા વિટામિન A અને C ત્વચાના કોષોને રિપેર કરે છે અને ચહેરાને મુલાયમ બનાવી કુદરતી ચમક લાવે છે.

સંતરા વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે, જે કોલેજનનું પ્રમાણ વધારી ત્વચાને ટાઈટ રાખે છે અને ચહેરાની ચમક વધારે છે.

જો તમે આ હેલ્ધી ફૂડ્સને રોજિંદા આહારમાં સામેલ કરશો, તો ગણતરીના દિવસોમાં જ તમારી સ્કીન પહેલા કરતાં વધુ હેલ્ધી અને ગ્લોઇંગ દેખાશે.

સુંદર ત્વચા માટે માત્ર બહારની સંભાળ પૂરતી નથી, પરંતુ યોગ્ય હાઇડ્રેશન અને પૌષ્ટિક ખોરાક ત્વચાને અંદરથી પોષણ આપે છે.

More Web Stories