ACની લાઈફ અને કુલિંગ વધારવા માટે વર્ષમાં કેટલી વાર સર્વિસિંગ જરૂરી?.

કાળઝાળ ગરમીથી બચવા માટે અત્યારે ઘરોમાં ACનો વપરાશ ખૂબ વધી ગયો છે, પરંતુ તેની લાઈફ અને કુલિંગ જાળવી રાખવા માટે સમયસર સર્વિસિંગ કરાવવું ખૂબ જ મહત્ત્વનું છે.

ગરમીની સીઝન શરૂ થાય તે પહેલા એટલે કે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં જ ACની પહેલી સર્વિસ કરાવી લેવી જોઈએ જેથી આખો ઉનાળો કોઈ મુશ્કેલી ન નડે.

ઉનાળો પૂરો થયા પછી સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં પણ એકવાર સર્વિસ કરાવવી જરૂરી છે, જેથી સીઝન દરમિયાન જમા થયેલી બધી ધૂળ અને કચરો સાફ થઈ જાય.

જો ગરમીની સીઝનની અધવચ્ચે પણ એકવાર સામાન્ય સર્વિસિંગ કરાવી લેવામાં આવે, તો તેનાથી મશીનની કાર્યક્ષમતા અને પરફોર્મન્સ બંને બમણા થઈ જાય છે.

જો તમે ધૂળ-માટીવાળા વિસ્તારમાં રહેતા હોવ તો સામાન્ય દિવસો કરતાં વધુ વખત ACના ફિલ્ટર્સ અને કોઈલ્સની સફાઈ કરાવવી હિતાવહ છે.

ફિલ્ટરમાં ધૂળ જામી જવાથી એર કંડિશનર યોગ્ય રીતે હવા ફેંકી શકતું નથી, તેથી દર ત્રણ મહિને ફિલ્ટર સાફ કરો અથવા વધારે ગંદુ હોય તો તેને બદલી નાખો.

સર્વિસિંગ દરમિયાન ઈવાપોરેટર અને કંડેન્સર કોઈલ્સની સફાઈ અચૂક કરાવો, જેથી મશીન પર બિનજરૂરી લોડ નહીં પડે અને વીજળીની પણ બચત થશે.

More Web Stories