શું તમારા બાળકની ઊંચાઈ નથી વધતી? આ 7 યોગાસનો કરાવવાનું શરૂ કરો!.
બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર સારો ખોરાક જ નહીં, પણ નિયમિત કસરત અને યોગ પણ જરૂરી છે. જાણો ઊંચાઈ વધારતા 7 ચમત્કારી યોગાસનો.
તાડાસન(Mountain Pose) આ આસન બાળકો માટે બેસ્ટ છે. તેનાથી આખા શરીરના સ્નાયુઓ ખેંચાય છે અને કરોડરજ્જુ લાંબી થાય છે, જે ઊંચાઈ વધારવામાં સીધી મદદ કરે છે.
સર્વાંગાસન(Shoulder Stand) આને 'આસનોનો રાજા' કહેવાય છે. તેનાથી થાઈરોઈડ ગ્રંથિ સક્રિય થાય છે અને શરીરમાં ગ્રોથ હોર્મોન્સનું પ્રમાણ વધે છે.
ચક્રાસન(Wheel Pose) ચક્રાસન કરવાથી શરીર લવચીક બને છે. તે ફેફસાં અને હૃદયની ક્ષમતા વધારવાની સાથે લંબાઈ વધારવામાં પણ અસરકારક છે.
હલાસન(Plow Pose) આ આસન કરવાથી પીઠના સ્નાયુઓ અને કરોડરજ્જુ મજબૂત બને છે. તે પાચનતંત્ર સુધારે છે અને સ્નાયુઓમાં ખેંચાણ પેદા કરે છે.
પશ્ચિમોત્તાનાસન(Seated Forward Bend) બેસીને પગના અંગૂઠા પકડવાના આ આસનથી પીઠ અને પગના સ્નાયુઓ પર દબાણ આવે છે, જે બાળકની લંબાઈ વધારવામાં મદદરૂપ છે.
ભુજંગાસન(Cobra Pose) આ આસન છાતી અને પીઠના સ્નાયુઓને ખોલે છે. તે કરોડરજ્જુને લવચીક બનાવીને લંબાઈ વધારવાની પ્રક્રિયાને વેગ આપે છે.
પાદહસ્તાસન(Standing Forward Bend) ઉભા રહીને નમવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરના નીચેના ભાગના સ્નાયુઓ ખેંચાય છે.
યોગની સાથે પ્રોટીનયુક્ત આહાર, પૂરતી ઊંઘ અને યોગ્ય માત્રામાં પાણી પણ બાળકની ઊંચાઈ માટે અનિવાર્ય છે.
નિયમિત અભ્યાસથી જ પરિણામ મળશે. બાળકોને આ યોગાસનો તમારી દેખરેખ હેઠળ અથવા નિષ્ણાંતની સલાહ મુજબ જ કરાવો.