આ ટાપુ છે ઈટાલીના વેનિસનો પોવેગ્લિયા આઈલેન્ડ, અહીં જનારા લોકો પરત નથી આવતા, એટલે લોકો તેને મોતનો ટાપુ કહે છે.
સરકારે અહીં જવા પર પ્રતિબંધ લાદ્યો છે, માન્યતા છે કે વર્ષો પહેલા અહીં પ્લેગના દર્દીઓને લાવીને મરવા માટે ત્યજી દેવાતા હતા.
આ આઈલેન્ડ પર પ્લેગના દર્દીઓની સંખ્યા વધી ગઈ હતી. તેથી 1.60 લાખ બીમાર લોકોને ટાપુ પર જ જીવતા સળગાવી દેવાયા હતા.
જો કે એ ઘટના બાદ લોકો આ ટાપુને ‘ભૂતિયા ટાપુ’ તરીકે પણ ઓળખવા લાગ્યા હતા.
વર્ષ 1922માં આ ટાપુ પર એક મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી, પરંતુ થોડા વર્ષોમાં જ તેને બંધ કરી દેવામાં આવી.
કહેવાય છે કે હોસ્પિટલના ડૉક્ટરોથી લઈને નર્સ અને દર્દીઓને અહીં ડરામણી વ્યક્તિઓ દેખાતી હતી.
ઘણા વર્ષો સુધી આ ટાપુ વેરાન પડ્યો રહ્યો. ત્યારબાદ ઈટાલીની સરકારે વર્ષ 1960માં તેને એક વ્યક્તિને વેચી દીધો.
જો કે તે વ્યક્તિ પણ તેના પરિવાર સાથે એ ટાપુ પર શાંતિપૂર્વક જિંદગી ન જીવી શક્યો, થોડા સમયમાં જ તે જ ટાપુ છોડીને ચાલ્યો ગયો.
આજે પણ માછીમાર અહીં માછલીઓ પકડવા નથી જતા, તેમની જાળમાં માછલીના બદલે માણસોના હાડપિંજર ફસાઈ જાય છે.
લોકવાયકાઓ અને અફવાઓના કારણે ઈટાલીની સરકારે પણ આ ટાપુ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.