'લેન્ડ ઓફ રિવર' તરીકે જાણીતો આ દેશ ધરાવે છે સૌથી વધુ નદીઓ.

ભારતમાં નદીઓ માત્ર નાગરિકોની જરૂરિયાતો જ પૂરી નથી કરતી, પરંતુ તેને પવિત્ર પણ માનવામાં આવે છે.

ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા જેવી ઘણી નદીઓ છે, પરંતુ શું તમે જાણો છો દુનિયાના કયા દેશમાં સૌથી વધુ નદીઓ વહે છે?.

જો નદીઓની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિશ્વની સૌથી વધુ નદીઓ આવેલી છે.

બાંગ્લાદેશમાં લગભગ 700 જેટલી નદીઓ આવેલી હોવાથી તેને 'લેન્ડ ઓફ રિવર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાનંદા, કર્ણફૂલી, રાયડક, સુમા, તિસ્તા, મેઘના, બ્રહ્મપુત્રા, બંગશી અને અત્રી જેવી નદીઓ બાંગ્લાદેશની મુખ્ય નદીઓ છે.

બાંગ્લાદેશમાં કુલ 57 આંતરરાષ્ટ્રીય નદીઓ વહે છે, જેમાં ભારતમાંથી 53 નદીઓ અને મ્યાનમારથી 3 નદી વહે છે.

જયારે ભારતમાં બાંગ્લાદેશની તુલનામાં ઘણી ઓછી સંખ્યા છે, ભારતમાં લગભગ 400થી વધુ નદીઓ વહે છે.

More Web Stories