દુનિયામાં એવી પણ એક ખુરશી છે જેના પર બેસનાર વ્યક્તિ તેના જીવથી હાથ ધોઈ બેસે છે.

બસ્બીઝ સ્ટૂપ ચેરના નામે ઓળખાતી આ ખુરશી પર બેસનારા 63 લોકોના મોત થઈ ચુક્યા છે.

63 લોકોના મોત થયા બાદ આ ખુરશીને અપશુકનીયાળ ઘોષિત કરી દેવામાં આવી છે.

હાલ આ ખુરશી ઈંગ્લેન્ડના યોર્કશાયરના થિર્સ્ક મ્યુઝિયમમાં લટકાવવામાં આવી છે.

કહેવામાં આવે છે કે આ ખુરશી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક પબમાં રાખવામાં આવી હતી.

લોકો તેને હોટ સીટ નામ આપ્યું હતું. જેટલા લોકો આ ખુરશી પર બેસ્યા તેમના થોડા સમયમાં જ મોત થઈ ગયા.

માન્યતા છે કે થોમસ બસ્બી નામના વ્યક્તિએ આ ખુરશી પર જીવ ગુમાવ્યો હતો.

થોમસે શ્રાપ આપ્યો હતો કે આ ખુરશી પર જે પણ બેસશે તેનું મોત થઈ જશે.

આ ચર્ચા વચ્ચે જેટલા લોકો આ ખુરશી પર બેઠા એમના મોત થયા અને આ ખુરશીને શ્રાપિત ઘોષિત કરી દેવામાં આવી.

More Web Stories