દુનિયામાં એક એવું ગામ છે જ્યાં છોકરીઓ જ્યારે તરુણાવસ્થામાં આવે છે ત્યારે છોકરાઓમાં ફેરવાઈ જાય છે.

ડોમિનિકન રિપબ્લિક દેશનું 'લા સેલિનાસ' ગામ વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય છે. અહીંની છોકરીઓનું જેન્ડર એક ખાસ ઉંમર બાદ ચેન્જ થઈ જાય છે.

બીબીસીએ તેની સ્ટોરી ‘ધ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ ધ ગ્વેવેદોસ’માં કહ્યું છે કે અહીંના લોકો આ ગામને એક શાપિત ગામ માને છે.

કારણ કે છોકરીઓ છોકરાઓ બની જાય છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય ઉકેલી શક્યા નથી.

રિપોર્ટ અનુસાર, આ ગામની ઘણી ખરી છોકરીઓ 12 વર્ષની ઉંમર સુધીમાં છોકરામાં ફેરવાઈ જાય છે.

આવા બાળકોને ‘ગ્વેદોચે’ કહેવામાં આવે છે, સ્થાનિક ભાષામાં આ શબ્દનો અર્થ કિન્નર થાય છે.

પરિસ્થિતિ એવી બની છે કે આ ગામના લોકોને દીકરી હોવાનો ડર સતાવી રહ્યો છે. આના કારણે ગામમાં છોકરીઓની સંખ્યા ઘટી રહી છે.

ડોક્ટર્સનું કહેવું છે કે આ બધાની પાછળ કોઈને કોઈ આનુવંશિક રોગ છે. જેને ‘સ્યુડોહર્માફ્રોડાઇટ’ કહે છે.

આ રોગમાં છોકરી તરીકે જન્મેલી છોકરીમાં છોકરાના શરીરના ભાગો ધીમે ધીમે વિકસિત થવા લાગે છે.

ઘણા સંશોધકોએ આ રોગનો ઈલાજ શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

More Web Stories