આ દુનિયાનું એક એવું રહસ્યમયી ગામ છે, જ્યાં દરેક જીવ અંધ છે. તેને અંધજનોનું ગામ પણ કહેવામાં આવે છે.

આ ગામનું નામ છે ટિલ્ટેપક, જે મેસ્કિોમાં આવેલું છે. અહીં રહેતા તમામ મનુષ્યો અને પ્રાણીઓ અંધ છે.

જ્યારે અહીં બાળકનો જન્મ થાય છે, ત્યારે તેની આંખો સારી રહે છે, પરંતુ ધીમે ધીમે તે પણ અંધ થઈ જાય છે.

આ ગામમાં રહેતા જનજાતિના લોકોનું માનવું છે કે એક શ્રાપિત વૃક્ષ તેમના અંધત્વનું કારણ છે.

તેઓ કહે છે કે અહીં લાવાઝુએલા નામનું વૃક્ષ છે, જેને જોઈને માણસોથી લઈને પશુ-પંખી આંધળા થઈ જાય છે.

આ વૃક્ષ વર્ષોથી ગામમાં છે. લોકો કહે છે કે આ ઝાડને જોઈને તેઓ અંધ થઈ જાય છે..

જાણકારો કહે છે કે ગામ જ્યાં આવેલું છે ત્યાં ઝેરી માખીઓ છે, જેમના કરડવાથી વ્યક્તિ અંધ બની જાય છે.

આ વિશે જાણકારી મેળવ્યા બાદ મેક્સિકન સરકારે ગ્રામવાસીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે સરકાર પણ સફળ થઈ ન થઈ શકી. સરકારે લોકોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ ત્યાંના લોકોનું શરીર અન્ય આબોહવા સાથે અનુકૂલન ન સાધી શકતાં લોકોએ મજબૂરીમાં અહીં જ રહેવું પડ્યું.

More Web Stories