આજે વાત કરીએ વિશ્વના પાંચ સૌથી વધુ વરસાદ ધરાવતા સ્થળો વિશે, જ્યાં ચોમાસામાં સરેરાશ 400 ઇંચ કરતા વધારે વરસાદ પડે છે.
5. ડેબુન્ડસ્ચા - આ એક હેવી રેઇન ફોલ ધરાવતું પર્વતીય ગામ છે. જે આફ્રિકાના સૌથી હાઈએસ્ટ પીક માઉન્ટ કેમરુન પર આવેલું છે.
4. સાન ઓન્ટેનિયો ડી યુરેકા, ગુનિઆ - આ સ્થળનો સરેરાશ વરસાદ 10,450 મીમી છે. અહીં વરસાદની સિઝન સૌથી લાંબી 6થી 7 મહિના ચાલે છે.
3. ક્રોપ રિવર, ન્યુઝીલેન્ડ - આ 9 કિમી લાંબી નદી છે, જ્યાં વાર્ષિક 11,516 મીમી વરસાદ પડે છે. અહીં અસંખ્ય ઝરણાઓ મહિનાઓ સુધી વહેતા રહે છે.
2. ટ્યૂટેન્ડો - કોલંબિયાના ટ્યૂટેન્ડોમાં સરેરાશ 11,700 મીમી વરસાદ પડે છે. આ વિસ્તારમાં વરસાદ પડે ત્યારે નળ ખુલ્લા મુક્યા હોય તેવું દ્રશ્ય રચાય છે.
1. મોસીનરામ, ભારત - મેઘાલયના મોસીનરામમાં વિશ્વનો સૌથી વધુ વાર્ષિક 11,871 મીમી જેટલો વરસાદ પડે છે, દુનિયાનું સૌથી ભીનું સ્થળ કહી શકાય.
વિશ્વમાં ભારે વરસાદ ધરાવતા સ્થળોમાંના બે મોસીનરામ અને ચેરાપૂંજી ભારતમાં જ આવેલા છે.
છતાં સૌથી નવાઇની વાત તો એ છે કે ક્યારેક ચેરાપુંજી અને મોસીનરામમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે.