ગરમીની શરૂઆત થતાં જ શરીરને હાઈડ્રેટેડ રાખવા તમે ભરપૂર પાણી પીતા હશો. જો કે તેના સિવાય પણ કેટલાક પીણાં તમને હાઈડ્રેટેડ અને હેલ્ધી રાખવામાં ખૂબ મદદ કરે છે, ચાલો નજર કરીએ આવા કેટલાક ડ્રિંક્સ પર.

લીંબુ શરબત - લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખે છે અને મેટાબોલિઝમને પણ વધારે છે. લીંબુમાં પોલીફેનોલ્સ એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

નારિયેળ પાણી - નારિયેળનું પાણી સોડિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર છે, ડિહાઈડ્રેશનથી બચવા શરીરને આ બધા ઈલ્કટ્રોલાઈટ્સ મળવા જરૂરી છે.

આઈસ્ડ ટી - આઇસ્ડ ટીમાં પોટેશિયમ, ડાયટરી ફાઇબર અને ઘણા એન્ટિઓક્સિડન્ટ હોય છે. વજન ઊતારવા માટે આઈસ્ડ ટી બેસ્ટ છે. તે શરીરને ઘણા રોગો-ઇન્ફેક્શનથી બચાવે છે.

ઓરેન્જ જ્યુસ - સંતરુ વિટામીન સીથી ભરપૂર હોય છે. ઉનાળામાં ઓરેન્જ જ્યુસ શરીરને હાઈડ્રેટેડ અને ફ્રેશ રાખે છે. શરીરમાં વિટામીન સીની ઉણપ નથી થવા દેતો.

વોટરમેલન જ્યુસ - તરબૂચમાં 92 ટકા પાણી હોય છે, તરબૂચ એ લાઇકોપીનનો પણ સ્ત્રોત છે, જે એન્ટીઑકિસડન્ટ છે અને તમને હાઈડ્રેટેડ રાખે છે.

કાકડીનો જ્યુસ - કાકડીમાં 96 ટકા પાણી હોય છે, આ એવી શાકભાજી છે જે તમને એક ગ્લાસ પાણી કરતાં પણ વધુ હાઈડ્રેટ રાખે છે.

દૂધ - દૂધમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. દૂધ પોષક તત્વોથી ભરપૂર છે અને સખત તડકામાં લાંબો સમય પસાર કર્યા પછી એક ગ્લાસ દૂધ પણ ઘણું ફાયદાકારક છે.

એલોવેરા જ્યુસ - એલોવેરામાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાંથી મળતું વિટામીન સી બળતરા સામે લડવામાં મદદ કરે છે અને શરીરને ઠંડક આપે છે.

More Web Stories