ભાંગનો ઉપયોગ માત્ર નશા માટે નથી થતો. તે દવાથી લઈને કાપડ બનાવવા માટે પણ વપરાય છે. તો ચાલો નજર કરીએ ભાંગના આવા જ કેટલાક મહત્ત્વપૂર્ણ ઉપયોગો પર.

ભાંગના બીજનો ઉપયોગ વાર્નિશ ઉદ્યોગમાં અળસીના તેલના વિકલ્પ તરીકે કરવામાં આવે છે. આ સિવાય સાબુને વધુ મુલાયમ બનાવવા માટે પણ ભાંગ વપરાય છે.

ભાંગની રાખનો ઉપયોગ જાનવરોમાં થનારી હેમાટોમા નામની બિમારીની સારવાર માટે કરવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના કાંગડાના નાના-મોટા ભંગાલ અને મંડી જિલ્લામાં ભાંગની ખેતી થાય છે. ભાંગના રેસા શણ કરતાં મજબૂત હોય છે, જેથી તે દોરડી અને કાપડ બનાવવા માટે પણ વપરાય છે.

ઉત્તર ભારતમાં અનેક ખેડૂતો ખેતરોમાં અનાજને ઈયળોથી બચાવવા ભાંગના છોડનો ઉપયોગ કરે છે.

ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરે છે. તે કિમોથેરેપીની આડઅસરથી થતા ઉબકામાં રાહત આપે છે. જો કે તેનો વધુ પડતો ઉપયોગ તે સમસ્યા વધારી પણ શકે છે.

ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દૂર કરવા માટેની સૌથી સારી ઔષધિ છે. ભાંગના લીધે ફાઈબ્રોમાએલ્જિયા અને સંધીવાને ઘટાડવામાં મદદ મળે છે.

ઉનાળામાં તડકાના કારણે સનબર્નની સમસ્યા થતી હોય છે. એવામાં ભાંગના પાનના નાના ટુકડા કરીને તેને સનબર્ન થયું હોય ત્યાં લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે.

ભાંગનો ઉપયોગ મધમાખી કરડે ત્યારે થાય છે. ભાંગના પત્તાને ગરમ કરી પેસ્ટ બનાવી મધમાખી કરડી હોય ત્યાં બાંધવાથી બળતરામાં રાહત મળે છે. હિમાચલ પ્રદેશમાં આ નુસખો જાણીતો છે.

More Web Stories