Photos : 'બબીતાજી' પહોંચ્યા કઝાકિસ્તાન, ટ્રિપની લીધી ભરપૂર મજા.

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર મજબૂત અને રમુજી છે. એવામાં મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીનો પણ એક અલગ ફેન બેસ છે.

તેના શાનદાર અભિનય ઉપરાંત, મુનમુન તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.

મુનમુનને ફરવાનો ખૂબ જ શોખ છે અને તે સોશિયલ મીડિયા પર તેના ટ્રાવેલિંગના ફોટો શેર કરતી રહે છે.

હાલ મુનમુન કઝાકિસ્તાન ટ્રીપની મજા માણી રહી છે. જેના અમુક ફોટોગ્રાફ્સ તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

મુનમુન જેકેટ અને ગ્લોવ્ઝ પહેરીને સંપૂર્ણ વિન્ટર વાઈબ્સ સાથે વેકેશન માણતી જોવા મળી રહી છે.

આ દરમિયાન મુનમુનનો ગુલાબી ગ્લો પણ જોવા મળ્યો હતો.

મુનમુનના બીજા લુકની વાત કરીએ તો તેણે લાલ રંગનું પુલઓવર પહેર્યું છે અને બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સુંદર છે.

મુનમુનના આ વેકેશન ફોટોગ્રાફ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

More Web Stories