આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રથમ નેશનલ ક્રિએટર એવોર્ડ યોજાયો હતો, જેમાં PM મોદીના હસ્તે ઈન્ફ્લુઅન્સર્સને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
''ટ્રિગર્ડ ઈન્સાન' તરીકે જાણીતા નિશ્ચય મલ્હાનને મળ્યો 'ગેમિંગ ક્રિએટર' એવોર્ડ.
પોતાના મધુર અવાજથી ફેમસ થયેલાં મૈથિલિ ઠાકુરને મળ્યો 'ક્લચરલ એમ્બેસેડર ઓફ ધ યર'નો એવોર્ડ.
અભિ એન્ડ નિયુને મળ્યો 'ન્યુ ઈન્ડિયા ચેમ્પિયન' એવોર્ડ.
જાણીતા ઈન્ફ્લ્યુઅન્સર રણવીર અલ્હાબાદિયાને મળ્યો 'ડિસરપ્ટર ઓફ ધ યર'નો એવોર્ડ.
પોતાની હિંદીથી સૌને ચોંકાવનારા ડ્ર્યુ હિક્સને મળ્યો 'બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિએટર'નો એવોર્ડ.
બોટના ફાઉન્ડર અમન ગુપ્તાને મળ્યો 'સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર'નો એવોર્ડ.
કર્લી ટેલ્સ નામની યુ ટ્યુબ ચેનલથી જાણીતાં બનેલાં ટ્રાવેલ બ્લોગર કામિયા જાનીને મળ્યો 'બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર'નો એવોર્ડ.
'ટેકનિકલ ગુરૂજી'ના નામે જાણીતા ગૌરવ ચૌધરીને મળ્યો ટેક ક્રિએટર એવોર્ડ.
અમદાવાદની પંક્તિ પાંડેને મળ્યો ફેવરિટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ.
પ્રસિદ્ધ કથાકાર જયા કિશોરીને મળ્યો 'બેસ્ટ ક્રિએટર ફોર સોશિયલ ચેન્જ'નો એવોર્ડ.