અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું.
બજરંગબલીની આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા.
રામ-સીતાના પુનઃમિલનમાં હનુમાનજીની ભૂમિકાને ધ્યાનમાં રાખીને 'સ્ટેચ્યુ ઓફ યુનિયન' નામ અપાયું.
ટેક્સાસના શ્રી અષ્ટલક્ષ્મી મંદિરના પરિસરમાં હનુમાનજીની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.
પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિયન' હનુમાનજીની 10 સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક.
18 ઓગસ્ટ, 2024ના રોજ આ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું અનાવરણ કરાયું.
આ પ્રતિમાના નિર્માણ પાછળ શ્રી ચિન્ના જીયાર સ્વામીનું મોટું યોગદાન.
ગુજરાતના સાળંગપુરમાં પણ હનુમાનજીની 54 ફૂટની 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા સ્થાપિત.