પ્રથમ નોરતાથી નવમાં નોરતા સુધી આ રીતે કરો માતાજીની પૂજા, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો.
નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે અને તેમને ગાયનું ઘી અર્પણ કરવાથી રોગ અને પરેશાનીઓ દૂર થશે.
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને સાકર અથવા પંચામૃત અર્પણ કરવાથી લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે.
ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાને દૂધ અથવા દૂધમાંથી બનાવેલી મીઠાઈઓ અર્પણ કરવાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે.
ચોથા દિવસે મા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.
પાંચમા દિવસે માતા સ્કંદમાતાને કેળા અર્પણ કરવાથી કરિયરમાં સફળતા મળે છે અને તમામ રોગો દૂર થાય છે.
છઠ્ઠા દિવસે મા કાત્યાયનીને મીઠી સોપારી ચઢાવવાથી સુંદરતા અને સકારાત્મકતામાં વધારો થાય છે.
સાતમા દિવસે મા કાલરાત્રિને ગોળથી બનેલી વાનગી અર્પણ કરવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
આઠમા દિવસે દેવી મહાગૌરીને નારિયેળ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની રહે છે.
નવમા દિવસે મા સિદ્ધિદાત્રીને ખીર, પુરી અને ચણા ચઢાવવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.