તુલસી વિવાહમાં આવી રીતે કરો પૂજા, ભગવાન થશે પ્રસન્ન.
કારતક માસની દેવઊઠી અગિયારસને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે.
આ વખતે તુલસી વિવાહ મંગળવાર, 12 નવેમ્બરના રોજ સાંજે 4:04 વાગ્યાથી 13 નવેમ્બર, બુધવારે બપોરે 1:01 વાગ્યા સુધી છે.
આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે.
જે લોકો પોતાના લગ્નજીવનમાં અડચણોનો સામનો કરી રહ્યા છે તેમણે તુલસી વિવાહના દિવસે તુલસીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ.
પરંતુ આજે તુલસી વિવાહ અને પૂજા વિધિમાં કઈ સામગ્રીનો સમાવેશ કરવો જરૂરી છે એ જાણીએ.
તુલસી પૂજા માટે સૌ પ્રથમ કેળાના પાન અને શેરડીનો મંડપ બનાવીને પૂજા સ્થળને શણગારવામાં આવે છે.
મંડપની નીચે એક બાજોઠ મૂકીને ભગવાન શાલીગ્રામ અને તુલસીજીની સ્થાપના કરવામાં આવે છે.
આ સાથે તુલસીજીને સિંદૂર, બિંદી અને બંગળીઓ જેવી સુહાગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
તુલસી પૂજામાં શેરડી, આમળા, શક્કરિયા, ધૂપ, દીવો, ફૂલની માળા, સાડી, હળદર, કુમકુમ, ઘી, દીવોનો સમાવેશ કરવામાં આવે છે.