પ્રેમ અને કરૂણા : તેમણે હંમેશા શ્રીરામને ભક્તિરૂપી પ્રેમ કર્યો. ભક્તિમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવું કોઈ તેમની પાસેથી શીખે.

સાહસ : હનુમાનજીમાં અદમ્ય સાહસ છે. પ્રતિકૂળ સંજોગોથી વિચલિત થયા વિના મજબૂત ઈચ્છાશક્તિ સાથે તેઓ હંમેશા આગળ વધ્યા.

નેતૃત્વ : હનુમાનજી સમગ્ર વાનર સેનાના નેતા અને માર્ગદર્શક હતા, તેઓ હંમેશા એક મદદકર્તા અને સારા માર્ગદર્શક બની રહ્યા.

કાર્ય કુશળતા : હનુમાનજીની કામ કરવાની શૈલી બધાથી અલગ હતી, એવું કોઈ કાર્ય નહોતું જેમાં તેઓ કુશળ ન હોય.

આયોજન અને કાર્ય સમર્પણ : હનુમાનજીને જે કાર્ય સોંપાય તે તેનું પૂર્વ આયોજન કરતા, તેઓ પોતાના કાર્યને હંમેશા સમર્પિત રહેતા.

ચતુર અને દૂરંદેશી : સુગ્રીવ અને વિભિષણ સાથે શ્રીરામની મિત્રતા કરાવવાનું કાર્ય એ હનુમાનજીની દૂરંદેશીતાનો જ એક ભાગ હતું.

શીખવાની ભાવના : હનુમાનજી નાનપણથી લઈને અંત સુધી દરેક પાસેથી કંઈક ને કંઈક શીખ્યા, આ ખરેખરમાં અપનાવવા જેવો ગુણ.

વિનમ્રતા : તેમણે નાનાથી લઈને મોટાને હંમેશા માન-સન્માન આપ્યું, અભિમાનથી ગ્રસિત ન થઈ હંમેશા મૃદુ સ્વભાવથી દિલ જીત્યાં.

More Web Stories