Jamnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Jamnagar : ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી અને હાલ ધ્રોલ ખાતે ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રજ્ઞા બાબુભાઈ પરમારે ગુરુવારે બપોરે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
Jamnagar Crime : જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં 83 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ અનુસાર જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની પેથાભાઇ ભરવાડ અને નોંધાભાઈ ભરવાડ નામના બે શખ્સો વૃદ્ધની વાડીમાં ઘેટાં-બકરાં ચરાવવા માટે આવ્યા હતા. વૃદ્ધે તેમને ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો.
એક આરોપીએ વૃદ્ધના પેટમાં લાત મારતા તેઓ જમીન પર પડી ગયા હતા.
Jamnagar Liquor Raid : જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પોલીસે દરોડો પાડી એક વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ દરોડા સમયે  વાડી માલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપમાં વાડી ધરાવતા ભાવેશ અરજણભાઈ શીરની વાડીમાં ગઈકાલે જામજોધપુર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન ‘મેજિક મોમેન્ટ્સ’ બ્રાન્ડની 750 મિલીલીટરની કુલ 9 સીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 6,534 હોવાનું જણાવાયું છે. સ્થળ પરથી આરોપી મળી આવ્યો ન હતો.
Jamnagar Accident : ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક જામનગર-રાજકોટ હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી વિગતો મુજબ ખેત પેદાશ ભરેલી છકડા રિક્ષા ધ્રોળના માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવેલી એક કારના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે રિક્ષા પલટી ખાઈ જતા તેમાં સવાર વ્યક્તિ રોડ પર ફંગોળાઈ ગયો હતો.
ઇજાગ્રસ્તને માથાના ભાગે તેમજ ડાબા હાથ અને પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે.
Jamnagar Fire Safety : જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ અને એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટો અને ફૂડ જંકશનોમાં સુરક્ષા નિયમોના પાલનની ચકાસણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજો વગર ચાલતી સંસ્થાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઝુંબેશ અંતર્ગત ગુરૂવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાંચ જેટલા પીઝા અને ફૂડ જંકશનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પટેલ કોલોની વિસ્તારમાં આવેલી પીઝા જંકશન ફૂડ જંકશનમાં નિયમોના ઉલ્લંઘન અને જરૂરી મંજૂરીઓ અંગેની ખામી સામે આવતાં મહાનગરપાલિકાની ટીમે તેને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી હતી. અચાનક થયેલી કાર્યવાહીના પગલે સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
Jamnagar Crime : જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પહેલી ફરિયાદ મુજબ ગાગવા ગામના પ્રભાતસિંહ લખુભા જાડેજા ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરવા જતાં અજીતસિંહ અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ તેમજ ઢીકા-પાટુ વડે માર મારતા ફરિયાદીને છાતી, પાસળી અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે.
Jamnagar Court : જામનગર શહેરના સિદ્ધાર્થનગરમાં રહેતા પરમાર અજયભાઈ ભગવાનજીભાઈએ તેમના મિત્ર યગ્નેશ ભીખુભાઈ ખારેચાને રૂા.5,00,000 ધંધાકીય જરૂરીયાત માટે મિત્રતાના સબંધમાં હાથ ઉછીના આપ્યા હતા. અને તેની પરત ચુકવણી માટે ચેક આપેલ હતો. જે ચેક પરમાર અજયભાઇ ભગવાનજીભાઈ દ્વારા  પોતાના ખાતામાં જમા કરાવતા " અપુરતા ભંડોળના ” શેરા સાથે ચેક પરત ફર્યો હતો.  જે અંગે પરમાર અજયભાઇ ભગવાનજીભાઈ દ્વારા યગ્નેશ ભીખુભાઈ ખારેચા વિરૂધ્ધ ધી નેગો. ઈન્સ્ટ્રુ.
Jamnagar Demolition : જામનગર શહેર વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કરોડોની કિંમતના બાંધકામો પર બુલડોઝર
મળતી માહિતી મુજબ કુલ 13 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.
Jamnagar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઈ હતી. પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રે જણાવ્યું છે.
ધોરણ 10ની પૂરક પરીક્ષામાં આજે ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 2,094 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1,653 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 441 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
Jamnagar Girl Missing : જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય બે યુવતીઓ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી.
સીટી ‘બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતી 18 વર્ષીય મુસ્કાન વિજયભાઈ કશ્યપ તા. 10 જૂને ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે તે ઉત્તરપ્રદેશના સુમિત કશ્યપ નામના યુવક સાથે ગઈ હોઈ શકે છે.
Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ગુલાબસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના અન્ય કર્મચારી સાથે થયેલા મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ અગાઉથી કાવતરું રચી હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ તા. 9 જૂન 2026ના રોજ અજયસિંહ જાડેજા અને તેમના સહકર્મી વિનોદભાઈ રાઠોડ મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ પૂર્ણ કરી મોટરસાયકલ પર પોતાના ગામ ડેરાછીકારી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કાનાછીકારી ગામના તળાવના પુલ પાસે એક કાળા રંગની સ્વિફ્ટ કાર (નંબર જીજે-37-એબી-1702) ના ચાલકે ઇરાદાપૂર્વક તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.
Jamnagar Accident : જામનગર શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં બેફિકરાઈથી અને પૂરઝડપે ચલાવાયેલી સીએનજી રિક્ષાની અડફેટે વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ બેડ ગામના રહેવાસી મનીષભાઈ કાળુભાઈ રાઠોડના માતા શારદાબેન કાળુભાઈ રાઠોડ તા.6 જૂન 2026ના રોજ બપોરે ખંભાળિયા નાકા નજીક સરપંચ ચા હોટલ પાસે બેઠા હતા. તે દરમિયાન રિક્ષા નં. જી.
Jamnagar Gambling Raid : જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.36,150નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન સિટીના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી ગંજીપત્તાના પાના વડે "તીન પત્તી"નો જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકના વોરંટ સાથે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો.
Jamnagar Liquor Raid : જામનગર શહેરના બાવરીવાસ અને વુલન મિલ વિસ્તાર ખાતે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના ત્રણ અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.8,250થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે ખુલ્લી ફાટક બાવરીવાસ વિસ્તારમાં શંકુતલાબેન દીપકભાઈ કોળીના ઝૂંપડામાં દરોડો પાડી 10 લિટર દેશી દારૂ, 90 લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ.4,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Jamnagar : જામનગર શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનો ચકચારી કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે.
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, શહેરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજવીરસિંહ રાઠોડ નામના 25 વર્ષીય શખ્સ સામે ગુનો નોંધાયો છે. આરોપીનો જામનગરમાં જ રહેતી 22 વર્ષીય યુવતી સાથે વર્ષ 2025 દરમિયાન પરિચય થયો હતો.
Jamnagar News: જામનગર શહેરના વાલકેશ્વરી નગરી મેઇન રોડ વિસ્તારમાં ભર બપોરે એક અજાણ્યા પુરુષનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.
જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી
બનાવ અંગેની જાણ સીટી ‘બી’ ડિવિઝન પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જી.
Jamnagar : જામનગર શહેરમાં એક પરિણીત મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા તેમજ અન્ય બે સાસરીયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ઉઝમાબાનુએ પોતાના પતિ તોશીફભાઈ હુસેનભાઈ બ્લોચ, સાસુ રોશનબેન, સસરા હુસેનભાઈ બ્લોચ, મામાજી સસરા મહમદ હુસેનભાઈ બ્લોચ અને મામીજી સાસુ સમીમબેન સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-2024માં નિકાહ થયા બાદ શરૂઆતના થોડા સમય પછીથી પતિ અને સાસરીયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા, ગાળાગાળી, મેણાટોણા તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિએ તેમના નામે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને તેની બાકી રકમ ફરિયાદીએ ચૂકવવી પડી હતી.
Jamnagar Accident : જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે તેમની પુત્રીને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખોડીયાર કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જીલુભા જાડેજાની પત્ની રોહિણીબા જાડેજા પોતાની પુત્રી કાવ્યાનીબાને સાથે લઈ એક્ટિવા નં. જી.જે.
Jamnagar Police : જામનગર શહેરના અંધાશ્રમ પાસે આવેલી દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે દારૂના નશામાં તોફાન મચાવતાં એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, અંધાશ્રમ પાસે દવા બજાર કોલોનીમાં રહેતી મુસ્કાનબેન ગોહીલે 112 ઇમરજન્સી સેવામાં ફોન કરીને જાણ કરી હતી કે તેમના પતિ નયન દિનેશભાઈ ગોહીલ દારૂ પીધેલી હાલતમાં ઘરમાં તોફાન મચાવી રહ્યા છે. જાણ મળતા 112 પોલીસની ટીમ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં તપાસ દરમિયાન નયન ગોહીલના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું તેમજ તેઓ નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.
Jamnagar : જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર પીજીવીસીએલની ટીમે દરોડા દરમિયાન મોટી વીજચોરી ઝડપી પાડી છે. આ મામલે એક બિલ્ડર સામે વીજચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, પીજીવીસીએલના નાયબ ઇજનેરએ નોંધાવેલી ફરિયાદના આધારે વ્રજ વિહાર સોસાયટી પાછળ, કુબેર પાર્ક, શ્લોક હાર્મોની તથા પટેલ બિલ્ડકોનના બાંધકામ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર પીજીવીસીએલનું કોઈ કાયદેસર વીજ જોડાણ ન હોવા છતાં નજીકના ટ્રાન્સફોર્મરના સ્ટડ સાથે બિનઅધિકૃત રીતે જોડાણ કરી વીજ પુરવઠો મેળવી બાંધકામ કાર્યમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.