Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Gandhinagar Court Lawyers Strike: ગાંધીનગર જિલ્લા કોર્ટ સંકુલમાં વકીલોની લાંબા સમયની પડતર માંગણીઓ અને વહીવટી નીતિઓ અંગે વિવાદ વકર્યો છે. ગાંધીનગર બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ ડિસ્ટ્રિક્ટ જજની વહીવટી કાર્યપદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કરી આક્રમક વલણ અપનાવ્યું છે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આશરે 700થી વધુ વકીલો અદાલતી કામકાજથી દૂર રહ્યા હતા, જેના કારણે કોર્ટ સંકુલના વકીલ મંડળના રૂમ અને ટેબલો સુમસામ જોવા મળ્યા હતા.
અસીલોની અવરજવર પર અસર, પક્ષકારો મુશ્કેલીમાં મુકાયા
આંદોલનને પગલે વકીલો દ્વારા કોર્ટ સંકુલમાં પક્ષકારો (અસીલો)ના પ્રવેશ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
HTAT Teachers Controversy | ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષણ વિભાગના પરિપત્ર  અનુસાર, હવે મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગુજરાત) દ્વારા આ પરિપત્રનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ શિક્ષણની ગુણવત્તા વધારવાની મોટી-મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ મુખ્ય શિક્ષકો પર વધારાની શાળાનો કાર્યબોજ લાદી રહી છે.
Gujarat Traffic Police Fine Collection: ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1 મે થી 31 મે દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ 'હેલ્મેટ ડ્રાઇવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન નિયમભંગ કરનારાઓ પાસેથી કુલ રૂ. 5.21 કરોડની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
Gujarat Police 2 Hours Public Grievance Meet: રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો કે રજૂઆતો માટે ગાંધીનગર સ્થિત વડી કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે હેતુથી ગુજરાત પોલીસ વડા જી.એસ. મલિકે આદેશ જાહેર કર્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય માત્ર મુલાકાતીઓ અને અરજદારોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે. ખાખી વર્દીની છબી સુધારવા અને પોલીસને સાચા અર્થમાં પ્રજાનો મિત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક સ્તરે જ ફરિયાદોનો ઝડપી અને પારદર્શી નિકાલ શક્ય બનશે.
Gujarat Rajya Sabha Elections: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી ગુજરાતમાં નહીં યોજાય. મહત્ત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ AAPનું 5 જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી. જેથી ચૂંટણી પંચે ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારોને બિન હરીફ જાહેર કર્યા છે.
Support Price Purchase: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી બાજરી, મકાઈ અને જુવારની ખરીદીની મર્યાદામાં વધારો કર્યો છે. આજે કિસાન સંઘના પ્રતિનિધિઓ સાથે કૃષિમંત્રીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખરીદી મર્યાદા કેટલી વધારાઈ?
આ નિર્ણય અંતર્ગત બાજરીની ખરીદી મર્યાદા અગાઉના 2,000 કિલો (100 મણ)થી વધારીને હવે 3,500 કિલો (175 મણ) કરવામાં આવી છે, જેમાં પ્રતિ ખેડૂત 1,500 કિલો (75 મણ)નો વધારો થયો છે. તેવી જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1,500 કિલો (75 મણ)થી વધારીને 2,500 કિલો (125 મણ) કરવામાં આવી છે, એટલે કે તેમાં 1,000 કિલો (50 મણ)નો વધારો કરાયો છે.
Narmada Canal Water Release: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, આગામી ગુરૂવાર, 11 જૂન 2026થી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયને કારણે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે.
બેઠક બાદ વહેલું પાણી છોડવા લેવાયો નિર્ણય
નર્મદા કમાન્ડ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો દ્વારા ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહેલું પાણી છોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું.
Gujarat Museums: ગુજરાતમાં બદલાતા સમયની સાથે મ્યુઝિયમ્સ (સંગ્રહાલયો)નું સ્વરૂપ પણ સંપૂર્ણપણે હાઈટેક થઈ ગયું છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકના દાવા અનુસાર, છેલ્લા 2 વર્ષમાં 16 લાખથી વધુ નાગરિકોએ રાજ્યના વિવિધ મ્યુઝિયમ્સની મુલાકાત લીધી છે. ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી હવે મ્યુઝિયમ્સ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા, જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે. ભૂતકાળમાં મ્યુઝિયમ એટલે માત્ર કાચની પેટીઓમાં રાખેલી જૂની મૂર્તિઓ કે સિક્કાઓ જોવાનું સ્થળ ગણાતું હતું. પરંતુ આજે રાજ્યના સંગ્રહાલયોમાં યુવા પેઢી પોતાની વિરાસતને માત્ર જુએ નહીં પણ જીવંત અનુભવી શકે તે માટે AR/VR (ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી), 3D પ્રોજેક્શન મેપિંગ, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.
G.S. Malik Assumes Charge as Gujarat DGP: રાજ્યના નવનિયુક્ત પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે (જી.એસ. મલિક) આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે.
Leprosy Case Detection Program: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી 'લેપ્રસી કેસ ડિટેક્શન' કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવશે.
પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરાશે
સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે બે સ્તરે સર્વેલન્સ હાથ ધરાશે. આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની (વોલન્ટિયર્સની) વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે.
New circular for Head Teacher: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવવા માટે એક નવો મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ ગત 17 જાન્યુઆરીના રોજ મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવા અંગે બહાર પડાયેલા પરિપત્રમાં કેટલીક વહીવટી ખામીઓ અને વિસંગતતાઓ જોવા મળી હતી. આ ભૂલોને તાત્કાલિક ધોરણે સુધારવા માટે જૂના પરિપત્રને રદ કરીને તદ્દન નવા નીતિ-નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે શાળાઓમાં HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ મુખ્યશિક્ષકની મંજૂર જગ્યાઓ નથી, ત્યાં વહીવટી કામગીરી કઈ રીતે કરવી તેની સ્પષ્ટ ગાઇડલાઇન આ નવા પરિપત્રમાં આપવામાં આવી છે.
અંતરનો નવો નિયમ અને સમયપત્રક
The Reality Of Gujarat's Teachers: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 2 લાખ પ્રાથમિક  શિક્ષકો માટે નવો મહિનો આર્થિક સંકટ લઈને આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોના ઘરનું બજેટ મોંઘવારીમાં ખોરવાઈ ગયું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાને કારણે શિક્ષકોના પગારમાં થઈ રહેલો અસહ્ય વિલંબ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
હપ્તા બાઉન્સ થતાં શિક્ષકો તણાવમાં
તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે રૅકોર્ડબ્રેક 63,184 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરાયું હતું.
Illicit Liquor Manufacturing in Gandhinagar: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-IIએ ગેરકાયદે રીતે થતા દેશી દારૂના ઉત્પાદન અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. એલસીબી ટીમે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણાસણ ગામની સીમમાંથી જમીનમાં દાટીને છુપાવેલા 26 લોખંડ અને પ્લાસ્ટિકના બેરલ ઝડપ્યા છે, જેમાં દેશી દારૂ બનાવવાનો 5,200 લિટર આથો ભરેલો હતો.
ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા
મળતી માહિતી અનુસાર, એલસીબી II ના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત ડભોડામાં પેટ્રોલિંગમાં હતી.
Gujarat Police News : ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર (CP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (DGP - Director General and Inspector General of Police) તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર, 6 જૂન 2026ના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.
Gandhinagar News : ગુજરાત રાજ્યના પાટનગરમાં સેક્ટર-6 ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં આજે સવારે એક 27 વર્ષીય યુવાનનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી સવારે શાળાના પટાંગણમાં લાશ જોઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ અને બેકગ્રાઉન્ડ
સેક્ટર-7 પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનું નામ જયદીપ રાજેશભાઈ સોલંકી છે અને તેની ઉંમર અંદાજે 27 વર્ષ છે. જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની હતો.
GSRTC New Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં બેરોજગાર યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. એસટી નિગમમાં 4318 કંડકટર અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
કંડક્ટર માટે શું લાયકાત?
Drity Crypto Network: ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (CCOE), ગાંધીનગરને એક મોટી સફળતા મળી છે. તેમણે અંદાજે રૂપિયા 226 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્ક શોધી કાઢ્યું છે. આ નેટવર્ક આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ડાર્ક વેબ માર્કેટપ્લેસ સાથે જોડાયેલા 'ડર્ટી ક્રિપ્ટો'ના મની લોન્ડરિંગમાં સામેલ હતું. CID ક્રાઇમ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહેલા આ ઓપરેશનમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે 10 થઈ ગઈ છે.
બ્લોકચેન એનાલિસિસ દ્વારા આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પર્દાફાશ
વર્ષ ૨૦૧૯માં ૫૬ હજાર મતોની સરસાઇ રહી હતી<o:p></o:p>
૨૦૨૨માં રીટાબેન ૨૬ હજાર મતે વિજય બન્યા હતાઃબેલેટ સહિત ઉત્તરની બેઠકમાં અમિત શાહને ૬૧ હજારની લીડ
<o:p></o:p>
ગાંધીનગર :  ગાંધીનગર લોકસભા બેઠકમાં ભાજપના અમિત શાહે જુના તમામ
રેકોર્ડ તોડીને ગઢને વધુ મજબુત બનાવ્યો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસબા મતક્ષેત્ર ઉપર
Indian Forest Service: કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગુજરાત કેડરના વહીવટી માળખામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય વન સેવા (State Forest Service)ના 37 વરિષ્ઠ અધિકારીઓને પ્રમોશન આપીને ભારતીય વન સેવા (Indian Forest Service - IFS)માં નિયુક્ત કરવામાં આવ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિલેક્શન કમિટીની બેઠકમાં તૈયાર કરવામાં આવેલી 'સિલેક્ટ લિસ્ટ 2025'ના આધારે આ તમામ 37 અધિકારીઓની IFSમાં બઢતી આપી પસંદગી કરવામાં આવી છે. તેઓને ભારતીય વન સેવાના નિયમો હેઠળ ગુજરાત કેડર ફાળવવામાં આવી છે. જુઓ યાદી
Rajya Sabha seats in Gujarat: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થતાં ભાજપના ત્રણ જૂના જોગીઓનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે આ વખતે રાજ્યસભામાં પણ નો રિપીટ થીયરી અપનાવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં બે સૌરાષ્ટ્રના તો બે નેતા મધ્ય-ઉત્તર ગુજરાતના છે.